Aravalli: ભિલોડામાં નશાની હાલતમાં કાર હંકારી યુવકે 4 લોકોને અડફેટે લીધા, કિશોરને 200 મીટર ઢસડ્યો, જુઓ Video

Aravalli: ભિલોડામાં નશાની હાલતમાં કાર હંકારી યુવકે 4 લોકોને અડફેટે લીધા, કિશોરને 200 મીટર ઢસડ્યો, જુઓ Video

| Updated on: Sep 29, 2023 | 9:13 AM

નશાની હાલતમાં કારને હંકારીને યુવકે ચાર લોકોને અડફેટે લેવાની ઘટના બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા અને કાર ચાલક પર ગુસ્સો ઠાલવ્યો હતો. કાર સાથે 200 મીટર કિશોરને ઢસડાવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેને સ્થાનિક કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. કિશોરનો સદનસીબે જીવ બચી જતા મોટી રાહત સર્જાઈ હતી. જોકે ઘટના બાદ હવે સ્થાનિક પોલીસે સફાળી જાગી હોય એમ કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો.

બેફામ વાહન હંકારનારાઓમાં કોઈ ડર જાણે કે રહ્યો જ નથી. અકસ્માતોની ઘટનાઓ રોજબરોજ ચોંકાવનારી સામે આવી રહી છે અને જેને લઈ પોલીસની આકરી કાર્યવાહી, છતા બેફિકર ડ્રાઈવિંગના આંકડા ઘટતા જ નથી. અરવલ્લીથી પણ આવાજ સમાચાર સામે આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં દારુના નશામાં જ એક યુવકે કારને બેફામ હંકારીને અકસ્માત સર્જ્યો હતો. નશામાં રહેલા કાર ચાલકે 4 લોકોને અડફેટે લીધા હતા. એક કિશોરને કારના ચાલકે 200 મીટર જેટલો ઢસડી લઈ ગયો હતો.

આ પણ વાંચોઃ Aravalli: દારુની પાર્ટી માણનારા બે પોલીસ કર્મીને SP એ કર્યા સસ્પેન્ડ, TRBના 2 જવાનોને ફરજથી દૂર કર્યા

નશાની હાલતમાં કારને હંકારીને યુવકે ચાર લોકોને અડફેટે લેવાની ઘટના બાદ સ્થાનિકો રોષે ભરાયા હતા અને કાર ચાલક પર ગુસ્સો ઠાલવ્યો હતો. કાર સાથે 200 મીટર કિશોરને ઢસડાવાથી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેને સ્થાનિક કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. કિશોરનો સદનસીબે જીવ બચી જતા મોટી રાહત સર્જાઈ હતી. જોકે ઘટના બાદ હવે સ્થાનિક પોલીસે સફાળી જાગી હોય એમ કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 29, 2023 09:13 AM
g clip-path="url(#clip0_868_265)">