Aravalli : ધનસુરામાં બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યાનો ખુલાસો ! 5ની ધરપકડ, જુઓ Video
અરવલ્લીના ધનસુરામાં 10 વર્ષીય સગીરા ઘરેથી ભાગી જવાના કેસમાં દિવસે દિવસે નવા ખુલાસો થયો છે. ભૂલ સુધારવાને બદલે સગીર આરોપીના પરિવારે બાળકોને ભાગી જવામાં મદદ કરી હોવાનું ખુલ્યું છે.
અરવલ્લીના ધનસુરામાં 10 વર્ષીય સગીરા ઘરેથી ભાગી જવાના કેસમાં દિવસે દિવસે નવા ખુલાસો થયો છે. ભૂલ સુધારવાને બદલે સગીર આરોપીના પરિવારે બાળકોને ભાગી જવામાં મદદ કરી હોવાનું ખુલ્યું છે. સગીરાને ઘરમાં રાખી મદદગારી કરતા હોવાનો તમામ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સગીર આરોપીએ સગીરાને ઘરેથી ભગાડી દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સગીર આરોપીની માતા, કાકા- કાકી અને બેન-બનેવીની મદદ કરી હોવાનો આરોપ લાગતા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ત્રણ મહિલા સહિત 2 પુરુષને જેલ હવાલે કર્યા છે.
જાણો શું હતી સમગ્ર ઘટના
અરવલ્લીના ધનસુરા તાલુકામાંથી 31 ડિસેમ્બરેના રોજ ધોરણ 5માં ભણતી 10 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હોવાની ઘટના સામે આવી હતી. બાળકીના માતા–પિતાએ તાત્કાલિક પોલીસ સ્ટેશમાં બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.જો કે પોલીસે ગણતરીના કલાકોમાં સગીર કિશોર અને 10 વર્ષની બાળકીને શોધી લીધા હતા. મળતી માહિતી અનુસાર સગીર કિશોર અને બાળકીને સોશિયલ મીડિયા પર વાતચીત કરતા પ્રેમ થયો હતો. જેના પગલે બંન્ને બાળકો ઘર છોડી ભાગી ગયા હતા.