આજનું હવામાન : ગુજરાતમાં માવઠાનો માર ! આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગાજવીજ સાથે 30થી 40 કીમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ગાજવીજ સાથે 30થી 40 કીમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદથી હજી રાહત મળવાની શક્યતા નથી. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી શક્યતા છે. સાથે જ ગાજવીજ અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે એવી ચેતવણી પણ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જૂનાગઢ, બોટાદ, ભરૂચ, સુરત અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને દાદરા-નગર હવેલીમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સાથે જ નવસારી, ડાંગ, વલસાડ અને પોરબંદરમાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર, 29 થી 31 ઓક્ટોબર દરમિયાન અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદ ચાલુ રહેશે.
