Ahmedabad : અમદાવાદ મનપામાં સંકલનના અભાવનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે. જેમાં વાઈટ ટોપીંગ રોડ બનતાની સાથે જ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. અનિલ સ્ટાર્ચ મિલ પાસે વ્હાઇટ ટોપિંગ રોડ ખોદવાની ફરજ પડી છે. પાણી અને ડ્રેનેજ લાઈનનું લીકેજ હોવાનું કારણ આપી નવા રોડને તોડવાની ફરજ પડી છે. ડ્રેનેજ લીકેજનું સમારકામ કર્યા વગર પહેલા રોડ બનાવી દેવાયો છે. બાદમાં કોર્પોરેશનને યાદ આવતા હવે રોડ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો : Ahmedabad: ઉનાળુ વેકેશન બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ, શાળાઓ વિદ્યાર્થીઓના આગમનથી ગુંજી, જુઓ Video
આ અગાઉ અમદાવાદના ઇસનપુરમાં ડેપ્યુટી ચેરમેનના ઘર પાસે બનેલા રસ્તાને લઈ મોટો વિવાદ થયો હતો. આલોક પુષ્પક બંગલોમાં વ્હાઇટ ટોપિંગ આરસીસી રોડ બનતા વિવાદ સર્જાયો હતો. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ઉભી થતા વ્હાઈટ ટોપીંગ રસ્તો બનાવવામાં આવ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું હતુ. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના શંકર ચૌધરી ડેપ્યુટી ચેરમેન બન્યા તે પહેલા રસ્તો બનાવવા માટે દરખાસ્ત કરી હતી. દોઢથી બે કરોડના ખર્ચે 400 મીટરનો વાઈટ ટોપીંગ રસ્તો ડ્રેનેજ સિસ્ટમ સાથે બનાવાયો હતો. રસ્તો બનાવાયા બાદ વર્ષો જૂની વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ થઈ હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:59 am, Tue, 6 June 23