જામનગરમાં યોજાશે વધુ એક મેળો, નવા રણુજામાં રામપીર મંદિરમાં યોજાશે ભવ્ય મેળો- Video

| Updated on: Sep 03, 2024 | 5:09 PM

જામનગરમાં વધુ એક મેળો આયોજિત થશે. કાલાવડ તાલુકાના નવા રણુજા ખાતે રામદેવપીરના મંદિરના પટાંગણમાં મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. ભાદરવા સુદ નોમથી અગિયારસ સુધી આ લોકમેળો યોજાશે. તંત્ર દ્વારા આ મેળાનો મંજૂરી આપવામાં આવતા લોકો ખુશખુશાલ છે.

જામનગરના કાલાવડના નવા રણુજા ખાતે રામદેવપીરના મંદિરમાં પટાંગણમાં ભવ્ય મેળો યોજાશે. સુપ્રસિદ્ધ રામદેવપીરના મંદિરના સાનિધ્યમાં દર વર્ષે ભાદરવા સુદ નોમ, દશમ અને અગિયારસે લોકમેળો યોજાય છે.આ વર્ષે પણ આગામી 12,13 અને 14 સપ્ટેમ્બરના રોજ 3 દિવસ મેળો યોજાશે. કાલાવડ મામલતદાર અને દેવપુર ગ્રામ્યપંચાયત દ્વારા મેળાનું આયોજન કરાવામાં આવે છે. તંત્ર દ્વારા આ વર્ષના મેળાને મંજૂરી આપવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષ જન્માષ્ટમીના મેળામાં વરસાદ વિઘ્ન બનતા અને વિનાશક પૂરની સ્થિતિ સર્જાતા લોકો મેળાની મજા માણી શક્યા ન હતા. જન્માષ્ટમીના બે દિવસ બાદ વરસાદે વિરામ લેતા લોકો મેળામાં પહોંચ્યા હતા. જો કે પૂરના અસરગ્રસ્તો આ મેળાને માણી શક્યા નથી. ત્યારે જામનગરમાં વધુ એક ત્રણ દિવસના મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમા લોકો કિલ્લો કરતા જોવા મળશે.

Input Credit- Divyesh Vayeda- Jamnagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો