Narmada: નર્મદામાં ભાજપના વધુ એક આગેવાન આશિષ દલવાડી જુગાર રમતા ઝડપાયા, જુઓ Video
તીલકવાડાના માંગુ ગામથી કારેલી ગામ વચ્ચે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જ સ્થાનિક એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો. એલસીબીએ પાંચ લોકોને જુગાર રમતા ઝડપી લઈને 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
નર્મદા જિલ્લામાં ભાજપના આગેવાન સહિક પાંચ લોકોને જુગાર રમતા સ્થાનિક એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે. છોટા ઉદેપુર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ મંત્રી અને નસવાડી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ આશિષ દલવાડીને પોલીસે જુગાર રમતા ઝડપી લીઘા હતા. પોલીસે બાતમી આધારે એક અંડર કન્સ્ટ્રક્શન મકાન પર દરોડો પાડતા જ્યાંથી 5 લોકો જુગાર રમતા ઝડપાઈ આવ્યા હતા. ભાજપના આગેવાન સાથે એક એક શિક્ષક હેમલ સોલંકીને પણ ઝડપી લેવામાં આવ્યો છે. હેમલ સોલંકી નસવાડીમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
તીલકવાડાના માંગુ ગામથી કારેલી ગામ વચ્ચે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા જ સ્થાનિક એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો. એલસીબીએ પાંચ લોકોને જુગાર રમતા ઝડપી લઈને 6.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ IND vs PAK: પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કરીને રોહિત શર્માએ મોટી ભૂલ તો નથી કરી દીધી?
નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News