Breaking News : ભરૂચના અંકલેશ્વર GIDC માં ફરી એકવાર આગ, ધુમાડા દૂર સુધી દેખાયા, જુઓ Video

Breaking News : ભરૂચના અંકલેશ્વર GIDC માં ફરી એકવાર આગ, ધુમાડા દૂર સુધી દેખાયા, જુઓ Video

| Updated on: Nov 03, 2026 | 5:23 PM

ભરૂચના અંકલેશ્વર GIDC માં આવેલી શ્યામ એન્ટરપ્રાઇઝના સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

ભરૂચના અંકલેશ્વર GIDC માં ફરી એકવાર ભીષણ આગની ઘટના સામે આવી છે. શ્યામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીના સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી સ્પષ્ટપણે જોવા મળ્યા હતા.

આ ઘટનાને પગલે ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા સામે ફરીથી સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ ફાયર ફાઈટર્સ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત પાણીનો મારો ચલાવી કામગીરી હાથ ધરવામાં આવી છે. દૂરથી પણ દેખાઈ આવે તેટલા વિશાળ માત્રામાં ધુમાડા જોવા મળતા આગની વિકરાળતાનો અંદાજ લગાવી શકાય છે.

અંકલેશ્વર GIDC માં વારંવાર આગની ઘટનાઓ બનતી હોવાથી સ્થાનિક સ્તરે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીના નિયમોનું યોગ્ય પાલન થઈ રહ્યું છે કે કેમ, અને સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. હાલ ફાયર ફાઈટર્સ દ્વારા આગ ઓલવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.

ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની જાહેરાત

Follow Us
Loading...
Unable to load recommendations.