Banaskantha: પાલનપુરના કોઝી વિસ્તારમાં 50 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર તોડી દુકાનદારે રસ્તો બનાવી દેતા ભક્તોમાં રોષ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 25, 2023 | 12:36 PM

પાલનપુરના કોઝી વિસ્તારમાં આવેલ 50 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર દુકાનદારે તોડી પાડતાં ભક્તોમાં રોષ જોવા મળ્યો છે.

Banaskantha : બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુરમાં (Palanpur) હનુમાનજીનું મંદિર (Hanuman temple) તોડી પડાતા ભક્તોની આસ્થાને આંચ પહોંચી છે. પાલનપુરના કોઝી વિસ્તારમાં આવેલ 50 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર દુકાનદારે તોડી પાડતાં ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકો અહીંયા વર્ષોથી પૂજા-અર્ચના કરતા હતા. ત્યારે દુકાનદારે રાતોરાત મંદિર તોડી રસ્તો બનાવી લેતાં લોકો રોષે ભરાયા છે. જેના પગલે પાલનપુર પશ્ચિમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો બનાસકાંઠાના ડીસામાં જૂથ અથડામણ, એક જ કોમના લોકો વચ્ચે નજીવી બાબતે મારામારી, જુઓ video

પાલનપુરના કોઝી વિસ્તારમાં આવેલ હનુમાનજીનું મંદિર 50 વર્ષ જૂનું છે. આ મંદિરે લોકો વર્ષોથી પૂજા અર્ચના કરતા આવ્યા છે. ત્યારે એક દુકાનદારે રસ્તો બનાવવા માટે આ મંદિર તોડી પાડતા લોકોએ રોષે ભરાયા હતા. બાદમાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો