ગાંધીનગરના કલોલમાં ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી, જુઓ વીડિયો
ગાંધીનગરના કલોલમાં ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે. પુરાતત્વ વિભાગ વધુ તપાસ હાથ ધરશે. ખાદકામ દરમિયાન મૂર્તિઓ મળતા કુતુહલ સર્જાયું છે.
ગાંધીનગરના કલોલમાં ખોદકામ દરમિયાન પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે. ખોદકામની કામગીરી ચાલુ હતું ત્યારે અચાનક મૂર્તિઓ જેવી કોઈ વસ્તુઓ દેખાવા લાગી હતી. જ્યારે આ દટાયેલી મૂર્તિઓને બહાર કાઢવામાં આવી ત્યારે જોવા મળ્યું કે, આ મૂર્તિઓ તો કોઈ જૈન તિર્થકરોની હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં તો સ્થાનિકોમાં અવનવી ચર્ચાઓ ચાલી રહી છે.
જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
જૈન તિર્થાલયમાં ખાદકામ દરમિયાન મૂર્તિઓ મળતા કુતુહલ સર્જાયું છે. આસપાસના લોકો પણ આ મૂર્તિને જોવા માટે આવી રહ્યા છે. આ સાથે જૈન તિર્થંકરોની મૂર્તિઓ મળતા જૈન સાધ્વીઓમાં ખુશીની લહેર પણ જોવા મળી છે. આ સમગ્ર મામલે પુરાતત્વ વિભાગે મૂર્તિ અંગે વધુ તપાસ હાથ ધરી છે.મૂર્તિઓ કેટલા વર્ષ જૂની છે તેની પણ તપાસ કરવામાં આવશે.
