AHMEDABAD : કુમકુમ સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામીનો 101 વર્ષની વયે અક્ષરવાસ થયો

|

Dec 18, 2021 | 11:27 PM

શ્રી અબજીબાપાશ્રીના સિંધ્ધાતોના પ્રવર્તન માટે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સાથે મળીને તેમણે મણિનગરમાં આજથી 35 વર્ષ પહેલા મંદિરના પાયા નાંખ્યા હતા અને અનેક સત્સંગીઓ બનાવ્યા અને મંદિરો પણ સ્થાપ્યા.

AHMEDABAD : કુમકુમ સ્વામીનારાયણ મંદિરના શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામીનો  101 વર્ષની વયે અક્ષરવાસ થયો
nandapriyadas Swami passed away

Follow us on

AHMEDABAD : શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મહંત તેમજ સાધુતાની મૂર્તિ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આજે બપોરે 2 કલાકે 101 વર્ષની ઉંમરે અક્ષરધામ નિવાસી થયા છે.. તેમના અંતિમ દર્શન તથા પાલખીયાત્રા સહિતની વિધિ રવિવાર 19 ડિસેમ્બરના રોજ સવારે 7 વાગ્યાથી કુમકુમ મંદિર, મણિનગર ખાતે થશે. જ્યારે અંતિમ સંસ્કાર વિધિ રવિવારે બપોરે 2 વાગ્યે કુમકુમ સેવા કેન્દ્ર, હીરાપુર ખાતે કરવામાં આવશે.

શ્રી અબજીબાપાશ્રીના સિંધ્ધાતોના પ્રવર્તન માટે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સાથે મળીને તેમણે મણિનગરમાં આજથી 35 વર્ષ પહેલા મંદિરના પાયા નાંખ્યા હતા અને અનેક સત્સંગીઓ બનાવ્યા અને મંદિરો પણ સ્થાપ્યા. પરંતુ પાછી ધર્મમાં શીથિલતા આવતાં ત્યાગી સંતોના નિયમ ધર્મની સાચવણી માટે ઈ.સ.1985 માં મણિનગરમાં કુમકુમ સંસ્થાનું નવસર્જન કર્યું.

આ સંસ્થા દ્વારા ધાર્મિક, શૈક્ષણિક, તેમજ સામાજીક ક્ષેત્રે પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિઓ જેવી કે મુક્તજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, જેવી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સાથે દર રવિવારે સત્સંગસભા, સત્સંગ શિબિર, યુવાસભા, બાળસભા, કથા-પારાયણો, મહાયજ્ઞો, માસિક મુખપત્ર શ્રી સ્વામિનારાયણ દિગ્વિજયનું પ્રકાશન, આવી વિવિધતા ભરી ધાર્મિક પ્રવૃતિઓ પણ આ સંસ્થા ચલાવી રહી છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના પ્રમુખ તરીકે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સેવા આપી ચુક્યા છે.સાથે જ મંત્રી તરીકે રહીને સાધુ સમાજ દ્વારા સદાચાર સપ્તાહો યોજીને ગુજરાતની જનતામાં પ્રાણ ફૂંકવાની સેવા પણ તેમણે કરી છે.

આ પણ વાંચો :AHMEDABAD : EDમાં નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવનાર નકલી IB ઓફિસરની ધરપકડ

Published On - 11:18 pm, Sat, 18 December 21

Next Article