આણંદ: કૃષિ યુનિવર્સિટીના તેલકાંડ બાદ હવે સરદાર પટેલ યુનિવર્સિટીનું ડાયરી કૌભાંડ આવ્યુ સામે, વ્યક્તિગત ફાયદા માટે ડાયરી છાપવાનો આરોપ- વીડિયો

આણંદ: કૃષિ યુનિવર્સિટીના તેલકાંડ બાદ હવે સરદાર પટેલ યુનિવર્સિટીનું ડાયરી કૌભાંડ આવ્યુ સામે, વ્યક્તિગત ફાયદા માટે ડાયરી છાપવાનો આરોપ- વીડિયો

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 13, 2024 | 11:11 PM

એક બાદ એક યુનિવર્સિટીઝ હવે જાણે કૌભાંડોનો અખાડો બની ગઈ હોય તેમ તેના કૌભાંડ સામે આવી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા આણંદ કૃષિ યુનિવર્સિટીનું તેલકાંડ સામે આવ્યુ હતુ. આ તેલકાંડની સ્યાહી સુકાઈ નથી ત્યા સરદાર પટેલ યુનિવર્સિટીનું ડાયરી કૌભાંડ સામે આવ્યુ છે.

આજકાલ યુનિવર્સિટીમાં અભ્યાસ ઓછો અને કૌભાંડ વધી રહ્યા છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના તેલકાંડ બાદ હવે વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીનું ડાયરી કૌભાંડ સામે આવ્યુ છે. આ યુનિવર્સિટીમાં પ્રેસ હોવા છતા ઇન્ચાર્જ વીસી નિરંજન પટેલે સરકારી ખર્ચે ડાયરી ખાનગી વ્યક્તિ પાસે છપાવડાવી છે. આ મુદ્દે હવે વિવાદ વકર્યો છે.

યુનિવર્સિટી પ્રેસના મેનેજર સુરેશ પટેલના ભાઈ કનુ પટેલને જ ડાયરી છાપવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેથી વિવાદ વધુ વકર્યો છે. સામાન્ય રીતે યુનિવર્સિટી પ્રેસમાં તમામ પુસ્તકો અને તમામ સાહિત્યનું મુદ્રણ કરવામાં આવે છે. ત્યારે આવો નિર્ણય કેમ લેવાયો તેના લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

યુનિવર્સિટીએ એક જ વ્યક્તિ પાસે ત્રણ કોટેશન મગાવ્યા અને તે જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ અપાયો. આમ તો યુનિવર્સિટીમાં ડાયરી મફત આપવામાં આવતી હતી. પરંતુ આ વખતે ડાયરીની કિંમત 200 રૂપિયા રખાઈ છે. ત્યારે સીધી રીતે આરોપ લગાવાઈ રહ્યો છે કે, ઈન્ચાર્જ વીસીએ ખાનગી વ્યક્તિને ફાયદો પહોંચાડવા ડાયરી બહાર છાપવા આપી છે.

આ મામલે પૂછાતા યુનિવર્સિટીના પ્રેસ મેનેજર ગોળગોળ જવાબ આપી રહ્યા છે. જો કે, નિર્ણય લેનારા પણ ખુલીને કંઈ બોલવા તૈયાર નથી. ત્યારે કૌભાંડની વાતોને વધુ વેગ મળી રહ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">