ખંભાતના ભાલ વિસ્તારમાં ઓદ્યોગિક એકમો દ્વારા છોડાયેલા ઝેરી કેમિકલને કારણે અનેક પક્ષીઓના અને 15 થી વધુ દૂધાળા પશુના થયા મોત

| Edited By: | Updated on: Aug 17, 2026 | 3:28 PM

ખંભાતના ભાલ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડાઈ રહેલા ઝેરી કેમિકલ અને ગેસથી ગંભીર પ્રદૂષણ ફેલાયું છે. આ પ્રદૂષણના કારણે અનેક પક્ષીઓ અને 15થી વધુ દૂધાળા પશુઓના મોત થયા છે. ઉપરાંત, 500 વીઘા ડાંગરનો પાક પણ બળીને ખાક થઈ ગયો છે

આણંદના ખંભતના ભાલ વિસ્તારમાં કેમિકલના પ્રદૂષણે માઝા મુકી હોવાના આક્ષેપ આસપાસના રહીશો કરી રહ્યા છે. વત્રા-વટાદરા ગામની સીમમાં ઝેરી ગેસ ઉડ્યાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ઝેરી ગેસના લીધે 500 વીઘામાં પથરાયેલા ડાંગરનો પાક બળીને ખાક થઈ ગયો છે. વાતાવરણમાં ઝેરી ગેસ ફેલાવાને કારણે આકાશમાંથી પક્ષીઓ પણ ટપોટપ નીચે પડ્યા અને તેમના મોત નિપજ્યા હોવાનો ગ્રામજનોનો દાવો છે.

સોખડા GIDCની કેમિકલ કંપની સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ઓદ્યોગિક એકમો પર વારંવાર ઝેરી ગેસ, કેમિકલયુક્ત પાણી છોડવાનો આરોપ લાગ્યો છે. બીજી તરફ કેમિકલ યુક્ત દૂષિત પાણી પીવાથી 15 થી વધુ દૂધાળા પશુઓના મોત થયાનો પણ ગામલોકોનો આરોપ છે. આ મામલે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. સમગ્ર મામલે GPCB એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગામલોકોનો દાવો છે કે ખંભાતના વત્રા-વડાદરા સીમ વિસ્તારમાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડાયેલ ઝેરી ગેસને લીધે અનેક પક્ષીઓના મોત નિપજ્યા છે. જ્યારે 500થી વધુ વીઘામાં પથરાયેલો ગ્રામજનોનો ડાંગરનો પાક બળીને ખાક થઈ ગયો છે. સ્થાનિકોનો આરોપ છે કે ઔદ્યોગિક એકમો દ્વારા વારંવાર ગેસ અને કેમિકલયુક્ત પાણી છોડવા છતાં GPCB દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. તો બીજી તરફ GPCBના અધિકારીનું કહેવું છે કે સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે.

ગ્રામજનોનો એવો પણ આક્ષેપ છે કે સોખડા GIDC દ્વારા કેમિકલ યુક્ત દૂષિત પાણી સીધું જ દરિયામાં છોડવામાં આવે છે. જેને લીધે સોખડા, લુણેજ અને વડુચી માતા મંદિર નજીક દરિયાઈ વિસ્તારમાં તેની અસર વર્તાઈ રહી છે. જ્યાં દુષિત પાણી પીવાથી 15થી વધુ દુધાળા પશુઓના મોત નિપજ્યાનો આક્ષેપ છે. અલબત્ આ અંગે હજુ કોઈ જાણકારી ન હોવાનું GPCBના અધિકારીએ જણાવ્યું છે. અને કહ્યું છે કે સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે.

 

ભારતમાં ક્યાં આવેલુ છે ‘તાળાવાળા મહાદેવ’ નું મંદિર? શ્રાવણમાં દર્શન માટે ઉમટે ભક્તોની ભીડ

Follow Us
Loading...
Unable to load recommendations.