Anand: અધિક ક્લેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જેડી પટેલ સબજેલ મોકલાયા, જામીન ના મંજૂર કરાયા, જુઓ Video

Anand: અધિક ક્લેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જેડી પટેલ સબજેલ મોકલાયા, જામીન ના મંજૂર કરાયા, જુઓ Video

| Edited By: | Updated on: Aug 22, 2023 | 4:17 PM

અધિક ક્લેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જેડી પટેલ અને હર્ષ ચાવડા સહિત ત્રણેયને પોલીસે રજૂ કરીને રિમાન્ડની વધુ માંગણી કરી નહોતી. કોર્ટને જરુરી તમામ પુરાવાઓ હાથ લાગ્યા હતા અને જેને લઈ હવે આરોપીઓના વધારે રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી.

આણંદ ક્લેકટર ડીએસ ગઢવીનો વીડિયો સ્પાય કેમેરાની મદદથી ઉતારીને વાયરલ કરવાની ઘટનામાં ધરપકડ કરવામાં આવેલ ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ત્રણેય આરોપીઓને રજૂ કરાયા હતા. તપાસકર્તા પોલીસ અધિકારીએ આરોપીઓ અધિક ક્લેકટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જેડી પટેલ અને હર્ષ ચાવડા સહિત ત્રણેયને રજૂ કરીને રિમાન્ડની વધુ માંગણી કરી નહોતી. કોર્ટને જરુરી તમામ પુરાવાઓ હાથ લાગ્યા હતા અને જેને લઈ હવે આરોપીઓના વધારે રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી.

ત્રણેય આરોપીઓના વકીલ દ્વારા તેમના જામીન માટે પણ દલીલ કોર્ટ સમક્ષ કરી હતી. જામીન કોર્ટે આપવાને બદલે ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. એટલે કે સબજેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આણંદ ક્લેકટર ડીએસ ગઢવીનો વીડિયો ઉતારી વાયરલ કરવાનો મામલો રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો છે. પોતાની જ કચેરીના અધિકારીને જાળ બિછાવીને ફસાવી ફાઈલો પાસ કરાવવાનુ કાવત્રુ ઘડનારા અધિકારી કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જેડી પટેલની એટીએસે ધરપકડ કરી હતી. માંડ ચાળીસેક હજારની નોકરી કરતા જેડી પટેલ પાસે ખૂબ જ કિંમતી મિલકતો હોવાને લઈ તેમની સામેના ભ્રષ્ટાચારના આરોપોની પણ તપાસ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરમાં હેરિટેઝ માર્ગને લઈ કોર્પોરેટર જ વિરોધમાં ઉતર્યા, મુખ્ય બજારને લઈ વેપારીઓનો રોષ

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 22, 2023 03:56 PM