NRIનો હબ ગણાતા આણંદ અને ખેડામાં કોરોનાનો મહાવિસ્ફોટ, બંને જિલ્લામાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ખૂબ વધુ

| Edited By: | Updated on: Jan 10, 2022 | 9:25 AM

આણંદ અને ખેડા જિલ્લામાં મોટાભાગના લોકો વિદેશમાં વસે છે અને વારંવાર તેમની અહીં અવર જવર રહેતી હોય છે. જો કે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના આવ્યા બાદ વિદેશથી આવેલા લોકોમાં કોરોના કેસ સામે આવે તો તે ચિંતાનો વિષય બને છે.

ગુજરાતમાં કોરોના (Corona) સંક્રમણની ત્રીજી લહેર ખતરનાક રીતે પ્રસરી રહી છે. ત્યારે NRIના હબ ગણાતા ખેડા-આણંદ (Kheda-Anand)માં કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે. અમદાવાદ અને સુરત અને વડોદરા બાદ ખેડા-આણંદમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ (Positivity rate)સૌથી વધુ સામે આવ્યો છે.

આણંદ અને ખેડા જિલ્લામાં મોટાભાગના લોકો વિદેશમાં વસે છે અને વારંવાર તેમની અહીં અવર જવર રહેતી હોય છે. જો કે કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના આવ્યા બાદ વિદેશથી આવેલા લોકોમાં કોરોના કેસ સામે આવે તો તે ચિંતાનો વિષય બને છે. કારણકે કોરોનાના તે લક્ષણ ઓમિક્રોનના પણ હોઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસમાં ખેડા અને આણંદમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેને લઇને આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ છે.

કોરોના પોઝિટિવિટી રેટ વધુ

આણંદ જિલ્લામાં 8.78 ટકા કોરોના પોઝિટિવિટી રેટ છે તો ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવિટી રેટ 6.51 ટકા છે. ચરોતર પંથકમાં પણ NRIની વધારે અવર-જવર હોવાથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના સંક્રમણના આંકડાએ આરોગ્ય વિભાગ સાથે હવે જિલ્લા વહીવટી તંત્રની ચિંતા પણ વધારી દીધી છે. આણંદ અને ખેડામાં કોરોનાના આંકડા નીચે મુજબ છે.

આણંદમાં સંક્રમણનું સંકટ
————-

5 જાન્યુઆરી – 114
6 જાન્યુઆરી – 112
7 જાન્યુઆરી – 133
8 જાન્યુઆરી – 87
9 જાન્યુઆરી – 64

 

ખેડામાં કોરોનાનો પ્રકોપ ( હેડિંગ )
————-

5 જાન્યુઆરી- 84
6 જાન્યુઆરી- 66
7 જાન્યુઆરી- 104
8 જાન્યુઆરી- 64
9 જાન્યુઆરી- 67

આણંદ અને ખેડાના આરોગ્ય વિભાગ દ્વારા સતત કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાનું સંક્રમણ ન વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો- અમદાવાદ કોંગ્રેસમાં થયેલા ભડકાને ડામવા નેતાઓ મેદાનમાં, કહ્યું કોઈ રાજીનામું અપાયું નથી

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 6275 કેસ નોંધાયા