Gujarat Video : વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રખડતા ઢોરની અડફેટે વૃદ્ધનું મોત

| Edited By: | Updated on: Jun 08, 2023 | 9:14 AM

વડોદરામાં રખડતા ઢોરની અડફેટે વધુ એક મોતની ઘટના સામે આવી છે. કિશનવાડીમાં રહેતા 65 વર્ષીય વિઠ્ઠલભાઈ માળી પાણીગેટ વિસ્તારમાંથી વાહન લઇને પસાર થતા હતા તે સમયે ઢોરે તેમને અડફેટે લીધા હતા.

Vadodara :  વડોદરામાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વડોદરામાં રખડતા ઢોરની અડફેટે વધુ એક મોતની ઘટના સામે આવી છે. કિશનવાડીમાં રહેતા 65 વર્ષીય વિઠ્ઠલભાઈ માળી પાણીગેટ વિસ્તારમાંથી વાહન લઇને પસાર થતા હતા તે સમયે ઢોરે તેમને અડફેટે લીધા હતા.

આ પણ વાંચો : Vadodara : છેલ્લા 6 વર્ષથી દુષિત પાણીની સમસ્યા નિવારણ માટે સ્થાનિકો તંત્રને દ્વારે, જુઓ Video

ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

ઢોરે અડફેટે લેતા તેમને નીચે પટકાયા અને પાછળથી આવેલી કાર સાથે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલીક સારવાર માટે SSG હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મહત્વપૂર્ણ છે કે આ અકસ્માત રખડતા ઢોરને કારણે થયો છે કે અન્ય વાહનને કારણે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો