Rajkot : બાળકને ઘરમાં એકલું મૂકીને જતાં વાલીઓ માટે ચેતવા જેવી ઘટના, અનાજની કોઠીમા ફ્સાતા એક બાળકનું મોત, જુઓ Video
બાળક રમતું રમતું ગુમ થતાં પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ઘરના જ અનાજની કોઠીમાં બાળક ફસાયુ હોવા છ્તા, ઘરના લોકો આ બાબતથી તદ્દન અજાણ હતા. કોઠીમાં છુપાવા જતાં બાળકનું ગુંગળાઈ જવાથી મોત થયું છે.
ઘરમાં બાળકને એકલા મૂકીને બહાર જનારા પરીવાર માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાળકને ઘરે એકલા મૂકીને બહા જવાની બેદરકારી દાખવતાં દુખદ ઘટના બની છે. ઘરની અંદર બાળકને એકલો મૂકીને પરીવાર બહાર ગયા બાદ, એ બાળક અનાજની કોઠીમાં ફસાઈ જતા તેનુ મોત નિપજયુ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. જો કે મોતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે. પરંતુ ઘરે એકલા બાળકને મૂકીને જતા લોકો માટે ચેતવણીરૂપ આ કિસ્સો બન્યો છે.
કોઠારમાં છુપાવા જતાં બાળક ગૂંગળાયું
રાજકોટના થોરાળા વિસ્તારમાં બાળક રમતા રમતા કોઠીમાં પુરાઈ ગયુ હતું. કોઠીમાં છુપાવા જતાં બાળકનું ગુંગળાઈ જવાથી મોત થયું છે. બાળક રમતું રમતું ગુમ થતાં પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ઘરના જ અનાજની કોઠીમાં બાળક ફસાયુ હોવા છ્તા ઘરના લોકો આ બાબતથી તદ્દન અજાણ હતા.
પરીવારના લોકો પોલીસ સ્ટેશન પહોચ્યા
કોઠીમાં બાળક ઉતરતાની સાથે જ કોઠીનું ઢાકણ બંધ થઈ જતાં બાળક ગુંગળાઈ ગયું. બાળક સુધી ઑક્સીજન નહિ પહોચતા મોત નીપજયું હોવાનું જણાઇ આવ્યું છે. ઘરમાં બાળક નહિ મળતા આસપાસના વિસ્તારોમાં પરિવાર દ્વારા શોધખોળ પણ કરવામાં આવી હતી. પરંતુ લાંબા સમય બાદ પણ બાળક નહીં મળતા પરીવારના લોકો પોલીસ સ્ટેશન પહોચ્યા હતા જ્યાં તેમણે બાળકના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.
આ પણ વાંચો : ભાદર નદીના કાંઠેથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો
બાળક અનાજની કોઠારમાં હોવાનું માલૂમ પડ્યું
આ ઘટના બાદ પરીવાર ઘર આવતા લાંબા સમય બાદ માલૂમ પડ્યું હતુ કે, બાળક અનાજની કોઠીમાં જ છે. કોઠીનું ઢાકણ ખોલતા બાળક તો મળી આવ્યું પરંતુ ગૂંગળાઇ જવાથી તેનું મોત નીપજયું હતું. બાળક ઘરમાં એકલો હતો તે દરમ્યાન આ ઘટના બની હતી તેથી આ ઘટનામાં કોઠીમાં પુરાયા બાદ ગૂંગળાઇ ને મોત થયું છે.
