અમૂલે શુદ્ધ ઘીના ભાવમાં ઘટાડો કર્યો, રાજ્યમાં નવા દરનો અમલ શરુ કરાયો
રાજ્યમાં અમૂલ દ્વારા શુદ્ધ ઘીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્યની ગ્રામ્ય સ્તરની દૂધ મંડળીઓને પરિપત્ર આ અંગેનો જારી કરવા સાથે જ શુદ્ધ ઘીના ભાવના ઘટાડાના સારા સમાચાર મળ્યા હતા. નવા ભાવનો અમલ 1 નવેમ્બરથી જ કરી દેવામાં આવ્યો છે. પ્રતિ 15 કિલોના ડબાએ 435 રુપિયાના ભાવનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેને લઈ દિવાળીના તહેવારો સમયે જ ભાવ ઘટાડાની ભેટ આપવામાં આવી છે.
દિવાળીના તહેવારો પહેલા જ સાબરડેરીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. પહેલા દૂધના ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટમાં વધારો કરી પશુપાલકોને સારા સમાચાર આપ્યા હતા. હવે દિવાળી પહેલા અમૂલ ઘીના ભાવમાં ઘટાડો કરાયો છે. દિવાળીના તહેવારોમાં મીઠાઈઓ બનાવવા માટે ઘી સસ્તા ભાવે મળી રહેશે એ માટે હવે સાબરડેરીએ નવા ભાવના પરિપત્રને લઈ જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ શામળાજી ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારુ ભરેલ કન્ટેનર ઝડપાયુ, 25 લાખના જથ્થા સાથે એકની ધરપકડ
અમૂલ દ્વારા 15 કિલોગ્રામના ડબ્બામાં 435 રુપિયા અને પ્રતિ કિલો ઘીના ભાવમાં 29 રુપિયાનો ઘટાડો સાબરડેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આઠેક માસ બાદ અમૂલ ઘીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લે માર્ચ 2023 ના દરમિયાન ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે નવેમ્બરની શરુઆતે ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે.શુદ્ધ ઘીની તહેવારો સમયે ખૂબ જ માંગ રહેતી હોય છે. આવા સમયે જ હવે ભાવમાં ઘટાડો થતા મોટી રાહત સર્જાઈ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News