Video: અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા, ઇટાલિયાની રાહ જોઇ રવાના થયા અમૃતિયા
કાંતિ અમૃતયા આજે ગાંધીનગર વિધાનસભા ખાતે રાજીનામું આપવા પહોંચ્યા હતા. તે ઈટાલિયાની રાહ જોતા વિધાનસભાના પગથિયે બેસી રહ્યા, જોકે ઈટાલિયા ગાંધીનગર ન પહોંચતા કાંતિ અમૃતયા ત્યાંતથી રવાના થયા છે.
મોરબીમાં કાંતિ અમૃતિયા, ગોપાલ ઈટાલિયા વચ્ચે વિવાદ વકર્યો છે. મોરબીમાં ખરાબ રસ્તાઓ મુદ્દે પ્રજા રસ્તા પર ઉતરી એક અઠવાડિયામાં મોરબીમાં વિવિધ વિસ્તારોમાં દેખાવો થયા હતા જેમાં કેટલાંક લોકોએ મોરબીમાં ‘વિસાવદરવાળી’ થશેની ચીમકી ઉચ્ચારી હતી. જે બાદ અમૃતિયાએ ઈટાલિયાને મોરબીમાં તેમની સાથે ચૂંટણી લડે અને જીતી બતાવેની ચેલેન્જ આપી હતી, જેના બીજા જ દિવસે ગોપાલ ઈટાલિયાએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો.
રાજીનામું આપવા પહોંચ્યા
ત્યારે આ સમગ્ર મામલે કાંતિ અમૃતયા આજે ગાંધીનગર વિધાનસભા ખાતે રાજીનામું આપવા પહોંચ્યા હતા. તે ઈટાલિયાની રાહ જોતા વિધાનસભાના પગથિયે બેસી રહ્યા, જોકે ઈટાલિયા ગાંધીનગર ન પહોંચતા કાંતિ અમૃતયા ત્યાંથી રવાના થયા છે.
ગાંધીનગર વિધાનસભામાં હાઈવોલ્ટેજ ડ્રામા
ઈટાલિયાએ કાંતિ અમૃતિયા પર પ્રહારો કરતા કહ્યું કે મોરબીની પ્રજા શોષણ અને તાનાશાહી સહન કરતી હતી જે બાદ આખો વિવાદ વધી ગયો અને ઈટાલિયાએ કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારતા કહ્યું કે અમૃતિયા રાજીનામું આપે. ત્યારે આ સમગ્ર મામલે કાંતિ અમૃતિયા ગાંધીનગર વિધાનસભાએ રાજીનામું આપવા પહોંચી ગયા હતી. અહીં ગોપાલ ઈટાલિયાની રાહ જોઈ કાંતિ અમૃતિયા રવાના થઈ ગયા છે.
ઈટાલિયા ગાંધીનગર ના પહોંચતા કાંતિ અમૃતયા પરત ફર્યા
આ સમગ્ર મામલે આજે સવારથી હાઈવોલ્ટેજ ડ્રામા થઈ રહ્યો છે કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે ગાંધીનગર વિધાનસભાએ પહોંચીને દેખાવો કર્યા હતા. જોકે ઈટાલિયા ગાંધીનગર ખાતે ન પહોંચતા રાજીનામુ આપ્યા વગર કાંતિ અમૃતિયા ત્યાંથી જવા રવાના થયા છે. ત્યારે આ સમગ્ર મામલો ખરેખર રાજીનામુ આપવાને લઈને છે માત્ર રાજકીય સ્ટંટની ચર્ચા થઈ રહી છે.
