સૌરાષ્ટ્રમાં સાતમ આઠમની રજાઓમાં લોકો કોઈ કુદરતી રમણિય સ્થળે ફરવા માટે નીકળી પડે છે. આ વર્ષે આ તહેવારોમાં ધારી આંબરડી સફારી પાર્કમાં વરસાદી માહોલ હોવા છતા હજારો પ્રવાસીઓ ઉમટ્યા હતા. સાતમ-આઠમ અને નોમ સહિતના ત્રણ દિવસમાં 6500 થી વધુ પર્યટકોએ સફારી પાર્કની મુલાકાત લઈ સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો.
દેશની શાન ગણાતા સાવજ સહીત અન્ય વન્યપ્રાણીઓ અહીં સફારી પાર્કમાં રાખવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં તહેવારોમાં પર્યટકો ઉમટી પડ્યા હતા. જન્માષ્મી તહેવાર સાતમ આઠમ રવિવાર આ ત્રણ દિવસમાં અમરેલી, બોટાદ, ભાવનગર, સહીત જિલ્લામાં 6500થી વધુ પર્યટકોએ આંબરડી સફારી પાર્કમાં મુલાકાત લીધી હતી. અનેક લોકોએ સફારીનો લાભ લીધો હતો જયારે આ પાર્કમાં બાળકો યુવાનો મહિલાઓ સહીત મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉમટી પડ્યા હતા.
અમરેલી જિલ્લામાં આવેલ ધારી નજીક આંબરડી સફારી પાર્કમાં સિંહ હરણ સહીત વન્યપ્રાણીઓ અલગ અલગ અહીં રાખવામાં આવ્યા છે ઉપરાંત નજીકમાં જ ખોડિયાર ડેમ, ખોડિયાર મંદિર સહીત ધાર્મિક પ્રવાસન સ્થળ પણ હોવાથી લોકોની વધુ ભીડ જોવા મળી રહી છે.
જન્માષ્ટમી તહેવારમાં સૌથી વધુ ધારી ગીર જંગલ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. છતાં પર્યટકોની અવર જ્વર આંબરડી પાર્કમાં જોવા મળી હતી. વરસાદના માહોલ વચ્ચે પણ લોકોએ આંબરડી સફારી પાર્કમાં આનંદ માણતા જોવા મળ્યા હતા.
Input Credit- Jaydev Kathi- Amreli
Published On - 4:44 pm, Tue, 19 August 25