અમરેલી: પીપાવાવ પોર્ટના ફોર વે માર્ગ પર સિંહ પરિવારની લટારનો વીડિયો થયો વાયરલ
અમરેલીમા આવેલા પીપાવાવ પોર્ટના ફોરવે માર્ગ સિંહ પરિવારની લટારનો વીડિયો વાયરલ થયો છે. શિકારની શોધમાં સિંહ પરિવાર હાઈવે પર ક્રોસ કરતો જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં અવારનવાર સિંહો આવી ચડે છે. જો કે હાઈવે પર સિંહોની લટારને લઈને અકસ્માતનો ખતરો પણ તોળાઈ રહ્યો છે અને સિંહોની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે.
અમરેલીમાં પીપાવાવ પોર્ટ નજીક ફોરવે માર્ગ પર ફરી સિંહોની લટારવો વીડિયો વાયરલ થયો છે. એકસાથે 4થી5 સિંહો શિકારની શોધમાં લટાર મારતા જોવા મળ્યા હતા જો કે હાઈવે પર સિંહો આવી ચડતા તેમની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આ વિસ્તારમાં અવારનવાર સિંહો આવી ચડે છે. આ વિસ્તારમાં ભૂતકાળમાં અનેક સિંહોના અકસ્માતનો ભોગ બન્યા છે.
અમરેલી પંથક સિંહોનો ગઢ ગણાય છે. અહીં અવારનવાર રહેણાંક વિસ્તારમાં તેમજ હાઈવે પર સિંહો આવી ચડે છે. સિંહો વન વિસ્તાર છોડી શિકારની શોધમાં અહીં તહીં ભટક્તા રહે છે. ત્યારે રાતના સમયે હાઈવે પર સિંહોની લટારને લઈને સિંહપ્રેમીઓમાં પણ ચિંતાનો મોજુ ફેલાયુ છે. આ અગાઉ પણ રેલવે ટ્રેક પર ગુડ્સ ટ્રેનની ટક્કરે બે સિંહોના મોત થયા છે. હજુ ગયા મહિને જ ગુડ્સ ટ્રેનની ટક્કરે સિંહણનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. ત્યારે સિંહોની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે.
Input Credit- Jaydev Kathi- Amreli
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો