Amreli : રાજુલા પોલીસના જાપ્તામાંથી દુષ્કર્મ આચરનાર આરોપી ભાગતા 3 પોલીસકર્મી સસ્પેન્ડ, જુઓ Video

|

Jan 12, 2023 | 1:59 PM

અમરેલીના એસપીએ જણાવ્યું કે આરોપી ભાગી જવા માટે જવાબદાર પોલીસ કર્મચારી છે. જેમની બેદરકારીના કારણે દુષ્કર્મ આચારનાર આરોપી ભાગવમાં સફળ રહ્યો છે.

અમરેલીના રાજુલા પોલીસના જાપ્તામાંથી દુષ્કર્મ આચરનાર આરોપીને મુદત માટે કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો. તેના પહેલા તેને હોટલમા જમવા માટે લઈ ગયા હતા. તે સમયે આરોપી પોલીસ કર્મચારીઓની નજર હટતા જ હથકડી છોડીને ફરાર થઈ ગયો હતો. આ વાતની જાણ એસપીને થતા તેમણે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આરોપીને પોક્સો, અપહરણ અને દુષ્કર્મ આચરવાના ગુના હેઠળ તેને સજા ફટકારવામાં આવી હતી. જેની મુદત માટે આરોપીને રાજુલા કોર્ટમાં હાજર કરવા માટે લાવવામા આવ્યો હતો.

મુદત પુરી કર્યા પછી બપોરનું જમવા માટે હોટલ પર ગાડી રોકવામાં આવી હતી. હોટલમાં જમીને આરોપીને ગાડીમાં બેસાડતા સમયે પોલીસની નજર ચુકાવી આરોપી ફરાર થઇ ગયો હતો. જોકે પકડવા પોલીસે તેનો પીછો કર્યો પરંતુ હાથ લાગ્યો ન હતો. આ અંગે અમરેલીના એસપીએ જણાવ્યું કે આરોપી ભાગી જવા માટે જવાબદાર પોલીસ કર્મચારી છે. જેમની બેદરકારીના કારણે દુષ્કર્મ આચારનાર આરોપી ભાગવમાં સફળ રહ્યો છે. જેના માટે તેમને ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે અને તેમની બદલી કરવામાં આવી છે.

Next Video