અમરેલી: બાબરામાં જૂની અદાવતમાં યુવકની નિર્મમ હત્યા, સમાધાનના બહાને બોલાવી તલવાર-પાઈપથી ખેલાયો લોહીયાળ ખેલ, 10 ઝડપાયા

| Edited By: | Updated on: May 10, 2026 | 4:52 PM

બાબરામાં યુવકની હત્યાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં 10 શખ્સોની ધરપકડ કરી છે. સુરાપુરા દાદાની ખાંભી ઉખેડવાની શંકા રાખી આરોપીઓએ સમાધાનના બહાને યુવકને અવાવરું જગ્યાએ બોલાવી તીક્ષ્ણ હથિયારો વડે મોતને ઘાટ ઉતાર્યો હતો.

અમરેલી જિલ્લાના બાબરામાં જૂની અદાવત અને ધાર્મિક આસ્થાના મનદુઃખમાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓને શંકા હતી કે મૃતક યુવકે સુરાપુરા દાદાની ખાંભી ઉખેડી નાખી હતી. આ બાબતે ચાલી રહેલા ઝઘડાના સમાધાન માટે આરોપીઓએ યુવકને ફોન કરી અવાવરું સ્થળે બોલાવ્યો હતો. યુવક જેવો ત્યાં પહોંચ્યો કે તરત જ આરોપીઓ તલવાર અને લોખંડના પાઈપ જેવા હથિયારો સાથે તેના પર તૂટી પડ્યા હતા અને જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

પોલીસની ત્વરિત કાર્યવાહી

હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ગુનાની ગંભીરતા જોઈ અલગ-અલગ ટીમો બનાવી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મુખ્ય આરોપી મહેશ જીલીયા સહિત તમામ 10 શખ્સોને દબોચી લીધા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

સોમનાથ આકાશગંગામાં ગર્જશે વાયુસેનાના ફાઈટર જેટ્સ : સૂર્યકિરણ ટીમનો દિલધડક એર શો અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા

 

Follow Us