Breaking News: અમરેલીમાં મદરેસાના મૌલાનાનું ખૂલ્યુ પાકિસ્તાન કનેક્શન, મોબાઈલમાંથી મળ્યા ‘પાકિસ્તાન’ અને અફઘાનિસ્તાનના 6 થી 7 ગૃપ

અમરેલીના ધારીમાં મદરેસાના મૌલાનાને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યુ છે. ધારીના હિમીમડીપરા વિસ્તારમાં આવેલા મદરેસામાં તપાસ દરમિયાન મૌલાનાન શંકાસ્પદ ગતિવિધિનો ઘટસ્ફોટ થયો છે.

| Edited By: | Updated on: May 02, 2025 | 3:43 PM

અમરેલીમાં મદરેસાના મૌલાનાનુ પાકિસ્તાન કનેક્શન સામે આવ્યુ છે. ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલા મદરેસામાં તપાસ દરમિયાન મૌલાનાની શંકાસ્પદ ગતિવિધિ સામે આવી છે. ધારી પોલીસ સ્ટેશનમાં મૌલાના સામે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. મૌલાનાના ‘પાકિસ્તાન’ અને ‘અફઘાનિસ્તાન’ના સોશિયલ મીડિયા ગ્રુપ મળ્યા છે.

મૌલાના મોહમદ ફઝલ અબ્દુલ અજીજ શેખના મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા નથી મળ્યા. પૂછપરછ દરમિયાન મૌલાના અમદાવાદના જુહાપુરા વિસ્તારોનું હોવાનું જણાવ્યુ છે. જો કે અમરેલીમાં કેટલ સમયથી રહેતો હતો અને કોના-કોના સંપર્કમાં હતો તે અંગે તપાસ શરૂ છે. મૌલાના પાકિસ્તાનમાં કોના-કોના સંપર્કમાં છે તે પણ તપાસનો વિષય છે. અમરેલી SP સંજય ખરાતના સુપરવિઝન હેઠળ તપાસ શરૂ છે.

સ્પેશ્યિલ ઓપરેશન બ્રાંચે (SOG) મોબાઈલ કબ્જે લઈ તપાસ શરૂ કરી છે. તેના મોબાઈલમાંથી પાકિસ્તાનના 6 થી 7 ગૃપ મળી આવ્યા છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને એએસપી જયદેવ ગઢવી બંને સીધુ મોનિટરીંગ કરી રહ્યા છે. હાલ આ મૌલવીનું પાકિસ્તાનમાં કેટલા સમયથી કનેક્શન છે અને ધારીમાં જે મદરેસામાં તે કામ કરી રહ્યો છે. તે મદરેસામાં કોણ કોણ આવતા હતા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

Input Credit- Jaydev Kathi- Amreli

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો