અમરેલી લેટરકાંડ: “કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ”, જિલ્લા SP સામે કાર્યવાહીની માગ- કોંગ્રેસની DGPને રજૂઆત

|

Jan 13, 2025 | 8:08 PM

અમરેલી લેટરકાંડના પડઘા હવે ગાંધીનગર સુધી પડ્યા છે. આ મામલે કોંગ્રેસે આજે રાજ્યના DGPને મળી રજૂઆત કરી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કૌશિક વેકરિયાના કહેવાથી પાયલનું સરઘસ કાઢવામાં આવ્યુ હતુ. આ મામલે અમરેલી SP સામે પણ કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.

અમરેલી લેટરકાંડનો રેલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના જેની ઠુમ્મર અને પાયલ ગોટીના વકીલ સહિતનાઓએ આજે ગાંધીનગરમાં ડીજીપીને મળી રજૂઆત કરી હતી. જેમા લેટરકાંડ મામલે કોંગ્રેસે DGPને અનેક રજૂઆતો કરી. પાયલના વકીલે આક્ષેપ કર્યો કે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડકના કહેવાથી પોલીસે પાયલનુ સરઘસ કાઢ્યુ હતુ. આ તરફ તેમણે અમરેલીના SP સામે પણ કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમજ સમગ્ર કેસની તપાસ મહિલા અધિકારીની અધ્યક્ષતામાં કરવાની માગ કરી છે.

પાયલના વકીલે આરોપ આક્ષેપ કર્યો કે સમગ્ર કેસમાં આરોપનામુ પુરવાર થાય એ પહેલા જ દીકરી પાયલ ગોટાીને આરોપી દર્શાવવામાં આવી. બંધારણના નિયમોનો ઉલાળિયો કરી પાયલની મધરાત્રે ધરપકડ કરવામાં આવી. કોર્ટમાં રજૂ કરાયા પહેલા પાયલનું સરાજાહેર શહેર વચ્ચે સરઘસ કાઢવામાં આવ્યુ. પાયલને પોલીસ કસ્ટડી દરમિયાન રિમાન્ડ પર લઈ પટ્ટાથી માર મારવામાં આવ્યો. ત્યારે વકીલે એ પણ આક્ષેપ કર્યો કે ગૃહમંત્રીના કહેવાથઈ પાયલને માર મારવામાં આવ્યો હતો કે કેમ તેની પણ અમે તપાસની માગ કરીએ છીએ. તેમણે એ પણ આક્ષેપ કર્યો કે ઘટના બન્યા પહેલા ગૃહરાજ્યમંત્રી અમરેલીમાં હાજર હતા. સમગ્ર કેસમાં માત્ર ચિઠ્ઠીના ચાકર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા. જિલ્લા એસપી સામે કેમ પગલા ન લેવાયા સહિતના મુદ્દે તપાસ પર અને કાર્યવાહી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા અને આ કેસની નિષ્પક્ષતાથી મહિલા અધિકારીની અધ્યક્ષતામાં તપાસની માગ કરી છે.

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો