પાણી સાથેની આ રમત ભારે પડશે, પ્રચંડ વેગે વહેતા પૂરના પાણી સાથે યુવકનો મસ્તી કરતો વીડિયો વાયરલ- Video

પાણી સાથેની આ રમત ભારે પડશે, પ્રચંડ વેગે વહેતા પૂરના પાણી સાથે યુવકનો મસ્તી કરતો વીડિયો વાયરલ- Video

| Updated on: Jul 11, 2024 | 3:58 PM

  અમરેલી:લાઠીમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને ગામની ગાગડીયો નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. ત્યારે આ પૂરમાં એક યુવકને પૂરના પાણી સાથે જીવલેણ મસ્તી કરતો એક યુવકનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે પૂરના પાણી સાથેની આ મસ્તી જીવલેણ સાબિત થઈ શકે છે

અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, અમરેલી અને આસપાસના પંથકમાં ભારે વરસાદને પગલે તમામ નદી નાળા છલકાઈ ગયા છે. લાઠીની ગાગડિયો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કહેવાય છે કે પ્રકૃતિ જેટલી રૌદ્ર બનતી હોય છે એટલી જ સુંદર ભાસતી હોય છે. આવો જ કંઈક સુંદર નજારો નદીમાંથી ધસમસતા વહેતા વહેણનો જોવા મળી રહ્યો છે. નદીના આ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે એક યુવકનો પાણી સાથેની મસ્તીનો વીડિયો વાયરલ થયો છે. પૂરના પાણી વચ્ચે યુવક પાણી સાથે મસ્તી કરી રહ્યો છે અને તેના મિત્રો વીડિયો બનાવી રહ્યા છે. ત્યારે પૂરના પાણી સાથેની આ મસ્તી જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

આ યુવકનો પાણી સાથે જોખમી સ્ટંટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શેખ પીપરિયા ગામે ગઈકાલે એકસાથે 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યાર જીવના જોખમે યુવક પૂરના પાણી સાથે મસ્તી કરતો જોવા મળ્યો છે. પ્રચંડ પાણીના પ્રવાહ સાથે આવી મસ્તી મોતને આમંત્રણ આપવા સમાન છે. તંત્ર દ્વાર પણ વારંવાર અપીલ કરાઈ રહી છે કે નદીકાંઠાથી દૂર રહો પરંતુ વીડિયો બનાવવાની લ્હાયમાં કેટલાક લોકો જીવ જોખમમાં મુકતા પણ અચકાતા નથી.

Input Credit- Raju Basiya- Lathi

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 11, 2024 03:57 PM
g clip-path="url(#clip0_868_265)">