અમરેલી: બાબરાના ધરાઈ નજીક 150 વર્ષ જૂના તોતિંગ વૃક્ષો આડેધડ કાપી નખાતા સ્થાનિકોમાં રોષ

|

Dec 30, 2022 | 9:42 PM

Amreli: બાબરાના ધરાઈ નજીક મોટા-મોટા તોતિંગ વૃક્ષો આડેધડ કાપી નાખવામાં આવતા સ્થાનિકો આકરા પાણીએ છે. ખાનગી કંપનીના લાભાર્થે વૃક્ષો કપાયા હોવાની ચર્ચા થઈ રહી છે. સમગ્ર મામલે વનવિભાગે મંજૂરી ન આપી હોવાનું જાણવા મળ્યુ છે.

અમરેલીના બાબરાના ધરાઈ નજીક આડેધડ વૃક્ષો કાપવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. 150 વર્ષ જૂના વૃક્ષો કાપી નખાતા સ્થાનિકો આકરા પાણીએ છે. જાગૃત નાગરિકે વૃક્ષો કાપવાની કામગીરીનો વીડિયો બનાવી વાયરલ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે પ્રાઈવેટ કંપનીના લાભાર્થે વૃક્ષો કપાયા હોવાની ચર્ચા થઈ રહી છે. સમગ્ર મામલે વનવિભાગે મંજૂરી ન આપી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો સ્થાનિકોએ જવાબદારો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે અને જો ન્યાય નહીં મળે તો સ્થાનિકોએ આ મામલે ભૂખ હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે.

આડેધડ કોઈ મંજૂરી લીધા વિના વૃક્ષો કાપી નખાતા રોષ

સ્થાનિકોનો આરોપ છે કે ફોરેસ્ટ અધિકારીઓ અને રોડના PWD વાળા, પોલીસ સહિતના તમામને જાણ કરી છે. સ્થાનિકોનું કહેવુ છે કે આ રીતે લીલા ઝાડનો સોથ બોલાવી દેનારા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમામ ગામલોકો ભૂખ હડતાળ પર બેસશે. તેમનો આરોપ છે કે કોઈપણ મંજૂરી લીધા વિના વૃક્ષો કાપવામાં આવ્યા હતા. આ કાપેલા વૃક્ષોને ખોટા બહાના બતાવી અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
આડેધડ વૃક્ષો કાપી નખાતા લોકોમાં રોષ ફેલાયો છે. ગામના વડીલો આ વૃક્ષોના છાયા નીચે બેસતા હતા અને અગાઉ કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના કે મંજૂરી લીધા વિના આ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં વૃક્ષોને નુકસાન પહોંચાડવામાં આવ્યુ છે. જો કે આ અંગે હજુ સુધી ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Next Video