AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli: જાફરાબાદના લોઠપુર ગામે માથાભારે શખ્સે ઘાતક હથિયાર વડે વાહનમાં કરી તોડફોડ, ખુલ્લેઆમ દાદાગીરીનો Video વાયરલ

Amreli: જાફરાબાદના લોઠપુર ગામે માથાભારે શખ્સે ઘાતક હથિયાર વડે વાહનમાં કરી તોડફોડ, ખુલ્લેઆમ દાદાગીરીનો Video વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 10:44 PM
Share

Amreli: જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક એક શખ્સનો ખુલ્લેઆમ દાદાગીરી કરતો વીડિયો વાયરલ થયો છે. આ શખ્સ બોલેરો ગાડીમાં ખુલ્લેઆમ તોડફોડ કરી રહ્યો છે. ઘાતક હથિયાર વડે બોલેરામાં તોડફોડ કરતા લાઈવ દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. માથાભારે શખ્સે હથિયારના ઘા મારી બોલેરોના કાચ તોડી નાખ્યા. જો કે તેમણે ક્યા કારણોસર આ તોડફોડ કરી તે જાણી શકાયુ નથી સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Amreli: અમરેલીમાં જાફરાબાદના લોઠપુર ગામે માથાભારે શખ્સે ઘાતક હથિયાર વડે ગાડીમાં તોડફોડ કરતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ શખ્સ ધારીયા જેવા હથિયાર વડે બોલેરો ગાડીમાં તોડફોડ કરી રહ્યો છે. આ તોડફોડનો વીડિયો વાયરલ થયો છે. ગાડીને ધારીયાના ઘા મારી મોટુ નુકસાન પહોંચાડ્યુ છે. આ માથાભારે શખ્સને કાયદાનો જાણે કંઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરી કરી પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યો છે. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad: World Cup 2023: પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન આઉટ થયો તો દર્શકોએ લગાવ્યા જય શ્રી રામના નારા- જુઓ વાયરલ Video

માથાભારે શખ્સે ગાડીમાં તોડફોડ કરી કાચ તોડી નાખ્યા અને અન્ય પણ નુકસાન પહોંચાડ્યુ છે. અદાંજીત 40 હજારનું નુકસાન થયુ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતા જાફરાબાદ પોલીસે માથાભારે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ

જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામના ભુપતભાઇ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે. આરોપી રામજીભાઈ જીવાભાઈ સોલંકી વિરુદ્ધ જાફરાબાદ પોલીસએ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે બોલેરો નંબર GJ 14 X8939 લોખંડના ધારીયા વડે ઘા મારી કાચ સહિતની તોડફોડ કરી દરવાજાના કાચ મોટાભાગે તોડફોડ કરી રૂ.40,000નું નુકસાન કરી જાહેરમાં ગાળો આપી ધમકી આપ્યા સહિતની ગુન્હો આચરતા ફરીયાદ નોંધાઈ છે. આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 16, 2023 10:35 PM
g clip-path="url(#clip0_868_265)">