Amreli : મોતિયાના દર્દીઓને ઇન્ફેક્શન, ઘટનાને લઈ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું દર્દીઓની આંખ બચાવવા તંત્ર કટિબદ્ધ છે
અમરેલીમાં (Amreli) 16મી નવેમ્બરે જનરલ હોસ્પિટલ ખાતેના કેમ્પમાં અનેક લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા.ઓપરેશન બાદ દ્રષ્ટિ સારી થઈ જશે તેવી દર્દીઓને આશા હતી, પરંતુ ઓપરેશન બાદ તેમને વધુ તકલીફો ઉભી થઈ હતી.
અમરેલી જિલ્લાની શાંતાબા જનરલ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન કર્યા બાદ 15થી વધુ દર્દીઓને ઇન્ફેશન થયું હોવાની વિગતો સામે આવી છે. ત્યારે 17 ઓપરેશનમાં 12દર્દીઓને ઈન્ફેક્શન થયાનું આરોગ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું છે. વધુમાં તેઓએ કહ્યુ કે, હાલ 8 દર્દીઓને અલગ અલગ જગ્યાએ રિફર કરી તેમની રોશની લાવવાનું કામ ચાલું છે. અને આ દર્દીઓને સુડો મોનાર્ક બેક્ટેરિયાથી ઈન્ફેક્શન થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. તો બીજી તરફ અમરેલી સિવિલિ સુપ્રિટેન્ડેન્ટ કહ્યુ કે, મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને સ્વકાળજી લેવાની હોય છે. જેમાં તેઓએ બેદરકારી દાખવી હતી. જેનાથી આંખનું ઈન્ફેક્શન ફેલાયું છે.
16 નવેમ્બરના રોજ દર્દીઓએ કરાવ્યું હતું મોતિયાનું ઓપરેશન
અમરેલીમાં 16મી નવેમ્બરે જનરલ હોસ્પિટલ ખાતેના કેમ્પમાં અનેક લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા.ઓપરેશન બાદ દ્રષ્ટિ સારી થઈ જશે તેવી દર્દીઓને આશા હતી, પરંતુ ઓપરેશન બાદ તેમને વધુ તકલીફો ઉભી થઈ હતી. ત્યારે અમરેલીમાંથી કેટલાક દર્દીને અમદાવાદ સિવિલમાં ખસેડ્યા હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા હતા. તો કેટલાક દર્દીઓ બાવનગરની હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હોવાનો અહેવાલ પણ સામે આવ્યો છે.
સુડો મોનાર્ક બેક્ટેરિયાથી ઈન્ફેક્શન થયું હોવાનું પ્રાથમિક તારણ
ઓપરેશન બાદ દેખાતું બંધ થતાં દર્દીઓને અમદાવાદ સિવિલની આંખની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. ત્યારે આ દર્દીઓને સુડો મોનાર્ક બેક્ટેરિયાથી ઈન્ફેક્શન થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.