AMRELI : જિલ્લામાં અવિરત વરસાદથી નદીનાળા છલકાયા, જાફરાબાદ નજીક કોઝવેમાં છકડાએ પલટી મારી

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની રૂપેણી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બીજી તરફ રાજુલાના તાલુકાના ચોત્રા ગામમાં ધોધમાર 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 10:40 PM

AMRELI : જિલ્લાના જાફરાબાદના મોટા માણસા પાસે છકડાએ પલટી મારી હતી. ગામ નજીક કોઝવે પર પાણી ફરી વળતા છકડો રીક્ષા પલટાઇ હતી. છેલ્લા ઘણા સમયથી કોઝવે જર્જરિત હાલતમાં હતો. જોકે આ ઘટનામાં છકડા રીક્ષામાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે.

 

તો નોંધનીય છેકે જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ધારી ગીર ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ધારીના સરસીયા, જીરા, અમૃતપુર, દેવળા, ખીચા સહિત ગામોમાં વરસાદ પડયો છે. તો લીબડીયાના, હેમરાજીયાની નતળીયા નદીમાં પૂર આવ્યું છે. સાથે જ બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. બાબરાના ચમારડી, વલારડી, કુવરગઢ, દરેડ, ઈંગોરાળા, ચરખ,ઉટવડ સહિત ગામડામાં વરસાદ નોંધાયો છે.

અમરેલીના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની રૂપેણી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બીજી તરફ રાજુલાના તાલુકાના ચોત્રા ગામમાં ધોધમાર 2 ઈંચ વરસાદ વરસ્યો છે. પીપાવાવ, રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે.

અમરેલીના ખાંભાના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં નાના બારમણ, મોટા બારમણ તેમજ ચોત્રા ગામમાં વરસાદ પડયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">