Amreli : ધરોઇ ગામના ઉપસરપંચ સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતાં મામલો ઉગ્ર બન્યો

|

Apr 06, 2022 | 7:12 PM

બાબરાના ધરાઈ ગામના ઉપસરપંચ દ્વારા તળાવ ઉંડુ કરવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે દલિત પરિવારના સભ્યોએ કામ બંધ કરાવી ઉપસરપંચ સાથે માથાકૂટ કરી બે દિવસ પહેલા એટ્રોસિટીની(Atrocity) ફરિયાદ દાખલ કરાવી હતી.તો સામે ઉપ સરપંચે પણ ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના  અમરેલીના(Amreli)બાબરાના ધરોઇ ગામના ઉપસરપંચ સામે દલિત પરિવારના સભ્યોએ એટ્રોસિટીની(Atrocity)ફરિયાદ દાખલ કરાવતા મામલો ઉગ્ર બન્યો છે.ઉપસરપંચના સમર્થનમાં ધરાઈ ગામના મહિલા સરપંચ સહીત ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.જયાં દલિત પરિવારના સભ્યો સામે યોગ્ય પગલા ભરવાની ગ્રામજનોએ માગ કરી છે.ઉલ્લેખનીય છે કે, ઉપસરપંચ દ્વારા તળાવ ઉંડુ કરવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે દલિત પરિવારના સભ્યોએ કામ બંધ કરાવી ઉપસરપંચ સાથે માથાકૂટ કરી બે દિવસ પહેલા એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી હતી.તો સામે ઉપ સરપંચે પણ ફરિયાદ નોંધાવી હતી.

શું છે એટ્રોસીટી એકટ ?

દેશમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતીના લોકો સાથે સવર્ણ સમાજ દ્વારા કરવામાં આવતા અત્યાચારના પગલે ભારતીય બંધારણમાં એટ્રોસીટી એકટ ૧૯૮૯ લાગુ કરવામાં આવ્યો હતો. અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકોને રક્ષણ આપતો આ એટ્રોસીટી એકટના કાયદામાં ઓછામાં ઓછી બે વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદની સજાની જોગવાઇ કરવામાં આવી છે. એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ થાય તો હાલમાં જ સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદા પ્રમાણે આરોપીની તાત્કાલીક ધરપકડ થઇ શકે છે.

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના લોકો સાથે કોઇ અત્યાચાર કરે ધાર્મિક લાગણી દુભાવે, જ્ઞાતિ પ્રત્યે હડધુત કરે માર મારે કે હત્યા કરે ત્યારે ભોગ બનનારના વાલી વારસ દ્વારા ફરીયાદ કરવામાં આવે ત્યારે એટ્રોસીટી એકટ ૧૯૮૯ના કાયદા પ્રમાણે જુદી જુદી કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતો હોય છે.

 

આ પણ વાંચો :  સુરત : શહેર પોલીસ અને વોલીબોલ એસોસિયેશન દ્વારા ત્રણ દિવસીય વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન, યુવાનોમાં રમતગમત ક્ષેત્રે રસ કેળવાય તેવો હેતુ

આ પણ વાંચો :  જામનગરઃ વિવિધ વેરાની રકમ ઉપર 75% લેખે વ્યાજમાફી યોજનામાં એક માસનો વધારો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:07 pm, Wed, 6 April 22

Next Video