Amreli: સાવરકુંડલામાં કરોડોના ખર્ચે બનાવાયેલા ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશનની હાલત થઈ ખંડેર- જુઓ Video
Amreli: સાવરકુંડલામાં કરોડોના ખર્ચે બનાવાયેલુ ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશનની હાલ ખંડેર હાલતમાં છે. ભૂગર્ભ ગટર માટે ગટરનું પાણી લઈ જતી પાઈપો તૂટી ગયા બાદ આ પ્લાન્ટ બંધ સ્થિતિમાં છે. આરોપ લાગી રહ્યા છે કે માત્ર વાયદાઓ કરવામાં આવે છે. આ પ્લાન્ટ નદીને શુદ્ધ બનાવવા, ગટરના પાણીને શુદ્ધ કરવા અને આ શુદ્ધ થયેલુ પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવાનું આયોજન હતુ.
Amreli: સાવરકુંડલા નગરપાલિકાનું અમરેલી રોડ પર આવેલું આ ભૂગર્ભ ગટર પમ્પિંગ સ્ટેશન. હાલ તો આ પમ્પિંગ સ્ટેશન ખંડેર હાલતમાં છે. 1991માં કરોડો રૂપિયાના ખર્ચે આ પમ્પિંગ સ્ટેશન બનાવામાં આવ્યું હતું. વર્ષો સુધી આ જ સ્થિતિમાં છે. ગટરનું પાણી લઈ જતી પાઈપ તૂટી ગયા બાદ આ પ્લાન્ટ બંધ સ્થિતિમાં છે. આરોપ લાગી રહ્યા છે કે, માત્ર વાયદાઓ કરવામાં આવે છે. આ પ્લાન્ટની સ્થાપના નદીને શુદ્ધ બનાવા. ગટરના પાણીને શુદ્ધ કરવા અને શુદ્ધ થયેલું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવાનો હેતુ હતો. પરંતુ તે હેતુ જાણે વર્ષોથી સત્તાધીશો ભૂલી ગયા છે.
તો બીજી તરફ આ પ્લાન્ટને ફરી શરૂ કરવા માટે તંત્રએ 22 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. સાવરકુંડલાના ચીફ ઓફિસર સાથે જ્યારે ટીવી નાઈનની ટીમે વાત કરી તો તેઓ કહ્યું કે, આ પ્લાન્ટ ફરી ચાલુ થવાથી નગરપાલિકાની આવકમાં વધારો થશે સાથે જ જણાવ્યું કે, ખેડૂતોને સિંચાઈ માટે વેચાતું પાણી આપવામાં આવશે. પરંતુ અહીં સવાલ એ ઉઠી રહ્યા છે કે, વર્ષો પહેલા આ પ્લાન્ટ બન્યો હતો ત્યારબાદ 2013માં ફરી વાયદો કરવામાં આવ્યો હતો. તેમ છતા પ્લાન્ટની સ્થિતિ ત્યાંની ત્યાં જ છે. તો શું આ વખતે તંત્ર દ્વારા આ પ્લાન્ટને શરૂ કરવામાં સફળ રહેશે કે, પછી વાયદો માત્ર વાતોમાં જ રહશે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
