Amreli: રાજુલામાં આદમખોર દીપડાનો આતંક, કાતર ગામમાં 8 વર્ષના બાળક પર કર્યો હુમલો-Video
Amreli: અમરેલીના રાજુલાના કાતર ગામે આદમખોર દીપડાનો આતંક સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં દીપડાએ 8 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. જેમા બાળકને સામાન્ય ઈજા થતી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સદ્દનસીબે દીપડાનો શિકારનો પ્રયાસ નિષ્ફળ જતા બાળકનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા જ વનવિભાગની ટીમ દોડી આવી હતી અને દીપડાને પાંજરે પુરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દીપડાના હુમલાથી ગામમાં ફફડાટ ફેલાયો છે.
Amreli: અમરેલી જિલ્લામા સિંહોની સાથે દીપડાની સંખ્યા પણ રેવન્યુ વિસ્તારમાં વધી રહી છે જેના કારણે અવારનવાર દીપડાના હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. મોડી રાતે રાજુલાના કાતર ગામ નજીક જયમતભાઈ લખુભાઈની વાડીમાં રહેતા ખેત મજૂર પરિવારના 8 વર્ષના મૌલિક રવજીભાઈ ચૌહાણ ઉપર દીપડો આવી ચડતા બાળક ઉપર હુમલો કર્યો હતો.
શિકારનો પ્રયાસ નિષ્ફળ જતા બાળકનો બચાવ થયો હતો. બાળકને માથાના ભાગે સામાન્ય ઇજા થતાં બાળકનો બચાવ થયો સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ઘટના કેવી રીતે બની પરિવારના નિવેદનો વનવિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા બાળકને રાજુલા હોસ્પિટલમાં સારવાર આપી હતી કાતર ગામમાં દીપડાના હુમલાની ઘટનાથી ફફડાટ ફેલાયો હતો
અગાઉ કાતર ગામમાં દીપડાના હુમલામાં એક બાળકનુ થયુ હતુ મોત
થોડા મહિના અગાઉ પણ માલધારી પરિવારના બાળક પર આદમખોર દીપડાએ હુમલો કર્યો હતો. જેમા બાળકનું મોત થયુ હતુ. ત્યારબાદ વનવિભાગ હરકતમાં આવ્યુ હતુ અને મેગા ઓપરેશન હાથ ધરી બે દીપડાને પાંજરે પુર્યા હતા. હાલ દીપડાના હુમલાથી ફરી દોડધામ મચી ગઈ છે.
દીપડાને પકડવા વનવિભાગની કવાયત
બાળક ઉપર હુમલાની ઘટના બાદ પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયન પટેલ દ્વારા રાજુલા રેન્જને સૂચના આપતા વનવિભાગ દ્વારા કાતર ગામમાં વાડી વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને દીપડાને પકડવા માટે લોકેશન લેવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે
Input Credit- Jaydev kathi- Amreli
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
