અમરેલી: બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની પુષ્કળ આવક, ખેડૂતોને ઓછા ભાવ મળતા નિરાશા- વીડિયો 

|

Dec 05, 2023 | 10:30 PM

અમરેલી: બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડ આખુ કપાસની ગાંસડીઓથી છલોછલ થઈ ગયુ છે. જો કે ગત વર્ષ કરતા ખેડૂતોને સારા ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોને મણ કપાસના 1300 થી 1490 રૂપિયા મળી રહ્યા છે.

અમરેલી: બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક નોંધાઈ છે. લગ્નસરાની સીઝનમાં કપાસની મબલખ આવક થતાં માર્કેટ કપાસથી છલકાયું છે. એક જ દિવસમાં બાબરા માર્કેટમાં 15 હજાર મણ કપાસની આવક થઈ છે. બાબરા યાર્ડમાં એક મણ કપાસના 1300 થી 1490 રૂપિયા મળી રહ્યાં છે. ગત વર્ષ કરતા ખેડૂતોને ઓછા ભાવ મળતા ક્યાંક નિરાશા જોવા મળી છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું કહેવુ છે કે કમોસમી વરસાદને કારણે આ વર્ષે કપાસ પલળી ગયો હતો. જેના કારણે ખેડૂતોને ગત વર્ષ કરતા ઓછા ભાવ મળી રહ્યાં છે.

માર્કેટિંગ યાર્ડવા વાઈસ ચેરમેન બિપીન રાદડિયાના જણાવ્યા મુજબ લગ્નગાળાની સિઝન હોવા છતા યાર્ડમાં કપાસની સારી આવક થઈ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે હજુ ઘણો કપાસ આવવાનો બાકી છે, ગત વર્ષનો જૂનો કપાસ પણ લોકો પાસે પડ્યો છે પરંતુ વરસાદના કારણે થોડા ભાવ દબાયેલા રહ્યા છે.

આ પણ વાંચો:  અમરેલી: ધારીના ગઢીયા ગામે ગેરકાયદે ખનિજ ચોરી કરનારા સામે ખાણ ખનિજ વિભાગનો સપાટો, 40 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત તવાઈ- વીડિયો

ભાવ ઘટવા અંગે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજય પંડ્યાએ જણાવ્યુ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં યાનના પ્રતિ કિલોએ 240 રૂપિયાનો ભાવ છે. જેની સામે 255 રૂપિયા જેવી પડતર છે. આથી 15થી 17 રૂપિયા મિલોવાળાને નુકસાની જઈ રહી છે.

Input Credit- Raju Basiya- Babara, Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video