અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સિંહના આંટાફેરા સામે આવ્યા છે. ઉદ્યોગઝોનમાં સિંહ પરિવાર મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. સિંહ પરિવાના આંટાફેરાના આ દૃશ્યો રાજુલા નજીક આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના કોલોની ગેટ નજીકના છે. રાત્રિના સમયે શિકારના શોધમાં નીકળેલ સિંહણ અને પાઠડા જોવા મળ્યા છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં આવેલા સિંહોને લઈને લોકોમાં પણ થોડો ફફડાટ ફેલાયો છે.
એકસાથે ચાર સિંહોના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે. હાલ ચોમાસાની સિઝનમાં જંગલોમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા સિંહો ખુ્લ્લા વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે. આથી ખુલ્લા મેદાનોમાં લટાર મારવા નીકળી પડે છે. અમરેલી આજુબાજુના વિસ્તારમાં અનેકવાર સિંહો શિકારની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. જોકે ભાગ્યે જ એવુ બને છે કે સિંહો કોઈને નુકસાન પહોંચાડે છે. જો કે અહીંના લોકોને તેમના માલઢોરનો સિંહો શિકાર કરી જતા હોવાથી તેમની સતત ચિંતા રહે છે.
ઈનપુટ ક્રેડિટ- જયદેવ કાઠી- રાજુલા
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો