Amreli: હચમચાવી દેનારી ઘટના આવી સામે, પરિવારના 4 સભ્યોએ સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ
Amreli: જિલ્લાના એક ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરેલીના એક ગામમાં પરિવારના 4 સભ્યોએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગયો છે.
અમરેલી (Amreli) માંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ભાભર ગામમાં હચમચાવી દે તેવી ઘટના ઘટી છે. આ ગામમાં એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ (Mass suicide attempt) કર્યો છે. એક જ પરિવારના 4 લોકોએ ઝેરી દવા પીને આપઘાતનો (Suicide) પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર ઘર કંકાસના કારણે ઝેરી દવા પીધી હોવાનું તારણ છે. તો પરિવારના આ તમામ લોકોને સારવાર માટે અમરેલીની હોસ્પિટલમાં (Amreli Hospital) દાખલ કરવામાં આવ્યા છે.
સાવરકુંડલા તાલુકાના ભમર ગામમાં બનેલી ઘટનાથી ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. ગામના એક જ ઘર ના ચાર વ્યક્તિએ ગત રાત્રીના સમયે ઝેર પી આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી. તો ઘટના ઘટ્યા બાદ પરિવારના લોકોને પ્રથમ સારવાર માટે સાવરકુંડલા લવાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવ્યા છે. હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ દ્વારા નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Rajkot: ધોળા દિવસે લૂંટ, 2 શખ્સોએ મિલના એકાઉન્ટન્ટને રોકીને લાખો રૂપિયા અને બાઈક પડાવી લીધું
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
