કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત, જુઓ Video

|

Oct 04, 2024 | 10:01 AM

અમિત શાહના હસ્તે રાજ્યના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. આજે સવારે 10 વાગ્યે અમિત શાહ ગાંધીનગરમાં હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. અમિત શાહના હસ્તે રાજ્યના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. આજે સવારે 10 વાગ્યે અમિત શાહ ગાંધીનગરમાં હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું લોકાર્પણ કરશે.ત્યાર બાદ સવારે 11 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપશે.

અમિત શાહ માણસામાં બહુચરાજી માતાજીના દર્શન અને આરતી કરશે

ત્યારબાદ બપોરે 12:20 કલાકે ગાંધીનગર મનપાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ત્યાર બાદ બપોરે 3:15 કલાકે માણસામાં ચંદ્રાસર તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરાશે. ઉપરાંત માણસા ખાતે 421 બેડની હોસ્પિટલનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત થશે. બપોરે 3:45 કલાકે ગાંધીનગર જિલ્લાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. રાત્રે 7:30 કલાકે માણસામાં બહુચરાજી માતાજીના મંદિરમાં અમિત શાહ દર્શન અને આરતી કરશે

Next Video