ભ્રષ્ટાચારી અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સની કરાશે તપાસ

| Updated on: Aug 13, 2026 | 10:52 AM

કોર્ટની મંજૂરી બાદ તપાસ એજન્સી હવે આરોપી અમિત ડોંગરેને ભોપાલ લઈ જશે અને ત્યાં તેમના બેન્ક લોકરની સર્ચ કાર્યવાહી હાથ ધરશે. લોકરમાંથી કોઈ મહત્વના દસ્તાવેજો અથવા અન્ય પુરાવા મળે છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

ફાયર NOC માટે લાંચ માગવાના કેસમાં ઝડપાયેલા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના વધુ ચાર દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. તપાસ દરમિયાન અમિત ડોંગરેના વતન ભોપાલ ખાતે આવેલા બેન્ક લોકરની સર્ચ કાર્યવાહી કરવાની હોવાથી વધુ રિમાન્ડની માગ કરવામાં આવી હતી.

કોર્ટની મંજૂરી બાદ તપાસ એજન્સી હવે આરોપી અમિત ડોંગરેને ભોપાલ લઈ જશે અને ત્યાં તેમના બેન્ક લોકરની સર્ચ કાર્યવાહી હાથ ધરશે. લોકરમાંથી કોઈ મહત્વના દસ્તાવેજો અથવા અન્ય પુરાવા મળે છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

આ સમગ્ર લાંચ કેસમાં વચેટિયા તરીકેની ભૂમિકા ભજવનાર આરોપી ભાવસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેને સાબરમતી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

ફાયર NOC આપવા બદલ લાંચની માગણીના આ કેસમાં તપાસ આગળ વધતાં હવે અમિત ડોંગરેના ભોપાલ સ્થિત બેન્ક લોકરની તપાસ મહત્વની બની છે. લોકરની સર્ચ કાર્યવાહી બાદ કેસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

Breaking News 3.56 કરોડની અપ્રમાણસર મિલકત, કેતકી વ્યાસને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી, ACBને સોંપાઇ

Follow Us
Loading...
Unable to load recommendations.