અમદાવાદ કોર્પોરેશન કોરોનાના લઇને સતર્ક, રેલ્વે અને બસ સ્ટેશન પર પણ ટેસ્ટિંગ શરૂ કર્યું

|

Dec 14, 2021 | 11:20 PM

એએમસી દ્વારા એરપોર્ટ પર જ હાઇ રિસ્ક દેશોમાંથી આવનાર મુસાફરોનું ફરજિયાત ટેસ્ટિંગની વ્યવસ્થા કરી છે . તેમજ તેમની માટે અલગ બેઠક વ્યવસ્થા રાખી છે

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona) નવા વેરીએન્ટ ઓમીક્રોનના(Omicron) ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે . જેને લઇને અમદાવાદનું(Ahmedabad) આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અમદાવાદમાં ઓમિક્રોનનો કહેર વધે નહીં તે માટે જે ખાસ સતર્કતા રાખવામાં આવી રહી છે.

જેમાં એએમસી દ્વારા એરપોર્ટ પર જ હાઇ રિસ્ક દેશોમાંથી આવનાર મુસાફરોનું ફરજિયાત ટેસ્ટિંગની વ્યવસ્થા કરી છે . તેમજ તેમની માટે અલગ બેઠક વ્યવસ્થા રાખી છે. તેમજ આવનારા તમામ પ્રવાસીઓનું એન્ટ્રી ગેટ પર જ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે .

આ ઉપરાંત સતર્કતાના ભાગરૂપે વિદેશથી આવનારા મુસાફરોને ફરજિયાત હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. તેમજ શહેરી વિસ્તારમાં સંજીવનીની ટીમ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે અઢી મહિનામાં શહેરમાં 552 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 500 લોકો એવા છે કે જેમણે રસીના એક કે બે ડોઝ લીધેલા છે. તેમજ રસીના એક પણ ડોઝ ન લીધા હોય તેવા 25 લોકો સંક્રમિત થયા છે.

આ ઉપરાંત સંક્રમિતોમાં 257 લોકો ટ્રાવેલ હિસ્ટ્રિ ધરાવે છે,. હાલ હાલ અમદાવાદ શહેરમાં 150 પોઝિટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી હોસ્પિટલમાં સારવારમાં છે. આ ઉપરાંત અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા અમદાવાદ રેલવે અને બસ સ્ટેશન પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીનું પેપર લીક થતા તપાસનો ધમધમાટ, પુરાવા એકત્ર કરવા તજવીજ શરૂ

આ પણ વાંચો : વન વિભાગની ભરતીનો મામલો સચિવાલય સુધી પહોંચ્યો, ભરતી પ્રક્રિયા શરૂ કરવા રજૂઆત

Next Video