Breaking News: યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને ‘મોટી રાહત’! 92,700 મેટ્રિક ટન LPG ભરેલા બે જહાજ ગુજરાત આવશે – જુઓ Video

Breaking News: યુદ્ધ વચ્ચે ઈરાનથી ભારતને ‘મોટી રાહત’! 92,700 મેટ્રિક ટન LPG ભરેલા બે જહાજ ગુજરાત આવશે – જુઓ Video

| Edited By: | Updated on: Mar 14, 2026 | 6:30 PM

મધ્ય-પૂર્વમાં ઈરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ તેમજ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાન તરફથી આવતા બે મહત્વપૂર્ણ LPG જહાજ સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને ભારત તરફ આગળ વધી રહ્યા છે.

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ભારે તણાવની સ્થિતિ વચ્ચે ભારત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ઈરાન તરફથી આવતા બે મહત્વપૂર્ણ LPG જહાજ સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ બંને જહાજ આગામી દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે.

યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પર સર્જાયેલી નાકાબંધી જેવી સ્થિતિ વચ્ચે ભારત માટે આ એક મોટી સફળતા માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ, ‘શિવાલિક’ અને ‘નંદાદેવી’ નામના બે LPG જહાજ આ સંવેદનશીલ દરિયાઈ માર્ગને સુરક્ષિત રીતે પસાર કરી ચૂક્યા છે. હવે તેઓ ભારતીય સીમા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે.

આ બંને જહાજ ગુજરાતના બે મુખ્ય બંદર કંડલા અને મુન્દ્રા પોર્ટ પર આવશે. બંને જહાજ કુલ 92,700 મેટ્રિક ટન LPG લઈને ભારત આવી રહ્યા છે. આ 2 જહાજના આગમન સાથે જ પશ્ચિમ ભારતમાં ગેસના પુરવઠાને વધુ મજબૂતી મળશે. યુદ્ધની સ્થિતિમાં ગેસના પુરવઠાને લઈને જે ચિંતા વ્યક્ત કરવામાં આવતી હતી, તે હવે આ બંને જહાજના આગમનથી દૂર થશે.

Breaking News: બદલાની આગમાં બધું ‘રાખ’ કરવાની તૈયારી! ઈરાનની આ એક ધમકી અને તેલના ભાવમાં આવેલો ભયાનક ઉછાળો બધું જ બરબાદ કરી દેશે