અમદાવાદમાં કોરોનાના વધતા કેસો વચ્ચે ક્લેક્ટર કચેરીમાં લોકોની બેરોકટોક અવર જવર

|

Jan 01, 2022 | 1:06 PM

સરકારી ઑફિસોમાં કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવા લોકોને પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જયારે તેના અમલ અંગેની તપાસ કરી તો ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા.

અમદાવાદ(Ahmedabad) શહેરમાં કોરોનાના (Corona) કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે તેમ છતાં લોકો હજુ પણ કોરોના ગાઇડ લાઇનના(Corona Guideline)પાલનમાં બેદરકારી દાખવી રહ્યા છે. તેમજ સરકારી ઑફિસોમાં કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય તેવા લોકોને પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

પરંતુ જયારે ટીવીનાઇનની ટીમે આ જાહેરાતના અમલ અંગેની તપાસ કરી તો ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા.

જેમાં અમદાવાદની કલેકટર કચેરી ખાતે લોકો બેરોકટોક અવર જવર કરતાં નજરે પડ્યા હતા. તેમજ જ્યારે ટીવીનાઇનની ટીમે ગેટ પરના કર્મચારીને આ અંગે પૂછ્યું તો તેમણે જણાવ્યું કે અમને ઉપરથી સાહેબે કશું કીધું નથી. તેમજ અહિયાં આવતા અરજદારો પણ કહે છે તેમની પાસેથી કશું માંગવામાં આવતું નથી.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં શુક્રવારે કોરોનાના 654 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે 311 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તેમજ અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 1883 જેટલા કેસ નોંધાયા છે.

જેમાં 22 ડિસેમ્બરના રોજ 25 કેસ, 23 ડિસેમ્બરના રોજ 43, 24 ડિસેમ્બરના રોજ 32, 25 ડિસેમ્બરના રોજ 62, 26 ડિસેમ્બરના રોજ 52, 27 ડિસેમ્બરના રોજ 98, 28 ડિસેમ્બરના રોજ 178, 29 ડિસેમ્બરના રોજ 265 કેસ, 30 ડિસેમ્બરના રોજ 269 કેસ, 31 ડિસેમ્બરના રોજ 311 કેસ નોંધાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

આ પણ વાંચો : VADODARA : મહિલા કોર્પોરેટરે દારૂડિયા પુત્રને છોડાવવા પોલીસ સ્ટેશન માથે લીધુ

આ પણ વાંચો : સુરતમાં એસીબીએ બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યકિત વિરુદ્ધ લાંચની ફરિયાદ નોંધી

 

Published On - 12:59 pm, Sat, 1 January 22

Next Video