Gujarati Video : અમદાવાદના રાણીપ વિસ્તારમાં વરસાદ પડતા પડ્યો ભૂવો, બાઈક ચાલક ભૂવામાં ગરકાવ

|

May 29, 2023 | 12:19 PM

અમદાવાદમાં ગઈકાલે વરસેલા વરસાદમાં પણ રાણીપ વિસ્તારમાં ગાયત્રી વિદ્યાલયના ગેટ પાસે ભૂવો પડ્યો છે. જેમાં એક બાઈકચાલક ગરકાવ થઈ ગયો હતો.

અમદાવાદમાં ધોધમાર વરસાદ ( Rain ) વરસે અને ભૂવો ન પડે તો જ નવાઈ. ભૂવા પડવા માટે અમદાવાદ પંકાયેલું છે. અમદાવાદમાં ગઈકાલે વરસેલા વરસાદમાં પણ રાણીપ વિસ્તારમાં ગાયત્રી વિદ્યાલયના ગેટ પાસે ભૂવો પડ્યો છે. જેમાં એક બાઈકચાલક ગરકાવ થઈ ગયો હતો. સદનસીબે તેને સામાન્ય ઈજા જ પહોંચી છે. સ્થાનિકોનું કહેવું છે કે પહેલા નાનો ખાડો જ પડ્યો હતો. પરંતુ ગઈકાલે વરસાદ પડતાં મોટો ભૂવો પડી ગયો છે.

આ પણ વાંચો : Ahmedabad: ચીન સાથે ભારતના સંબંધો પર એસ જયશંકરે આપ્યું મોટું નિવેદન, ડ્રેગનની મનસાનો કર્યો ખુલાસો

તેમ છતાં કોર્પોરેશને ફક્ત બેરિકેડિંગથી જ કામ ચલાવી લીધુ છે. ભૂવાનું સમારકામ કરવાની કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી. ભૂવામાં પડેલું બાઈક પણ સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની લાલિયાવાડીના કારણે આ સ્થળ પર વારંવાર ભૂવા પડે છે. અયોગ્ય કામગીરીને પગલે એક જ સ્થળ પર મહિનામાં 3 વખત ભૂવો પડ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video