Ahmedabad : પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર સામે હવે AMC ની તવાઈ, એક જ દિવસમાં 26530 જેટલી મિલકતો સિલ કરાઈ, જુઓ VIDEO

|

Mar 18, 2023 | 1:45 PM

કોર્પોરેશન દ્વારા એક જ દિવસમાં 26530 જેટલી મિલકતો સિલ કરવામાં આવી છે. મેગા સિલિંગ ઝુંબેશમાં સૌથી વધારે પુર્વ ઝોનમાં 10540 મિલકતો સિલ કરવામાં આવી છે.

પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર સામે હવે AMC એ કડકાઈ દાખવી છે. કરોડોની બાકી રકમ વસુલવા અમદાવાદ કોર્પોરેશન દ્વારા મેગા સિલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા એક જ દિવસમાં 26530 જેટલી મિલકતો સિલ કરવામાં આવી છે. મેગા સિલિંગ ઝુંબેશમાં સૌથી વધારે પુર્વ ઝોનમાં 10540 મિલકતો સિલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં હજુ આ મેગા સિલિંગ ઝુંબેશ યથાવત રહેશે.

આગામી દિવસોમાં હજુ આ મેગા સિલિંગ ઝુંબેશ રહેશે યથાવત

કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ કરદાતાઓના કોમર્શિયલ એકમોને ખંભાતી તાળા મારવાની ઝુંબેશ હાથ ધરાશે, જે અંતર્ગત અંદાજે પાંચ હજાર એકમને તંત્ર સીલ મારશે. તો આ તરફ તંત્રની મેગા સીલિંગ ઝુંબેશથી ડિફોલ્ટર્સ દોડતા થઈ ગયા છે અને પોતાની ઓફિસ, દુકાન કે ગોડાઉનને લાગેલાં તાળાં ખોલાવવા માટે પ્રોપર્ટી ટેક્સની બાકી રકમ ભરપાઈ કરવાથી મ્યુનિ. તિજોરી આવકથી છલકાઈ રહી છે.

આપને જણાવી દઈએ કે,વન-ટાઈમ સેટલમેન્ટ યોજના અને મેગા સીલિંગ ઝુંબેશથી પ્રોપર્ટી ટેક્સની આવકમાં 19.57 ટકાની ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે. ગત વર્ષતંત્રને 985.85 કરોડની આવક થઈ હતી, જેમાં આટલા સમયગાળામાં 192.98 કરોડનો વધારો નોંધાયો છે.

Next Video