અમદાવાદ કોર્પોરેશને કોર્ટ સમક્ષ રજૂ કર્યો રોડ રિપેરિંગ અને રખડતા ઢોરની કામગીરીનો રિપોર્ટ

અમદાવાદના બિસ્માર રસ્તાઓના રિસરફેસિંગ માટે AMCએ 1 ઓક્ટોબર 2018થી 31 જુલાઇ 2021 સુધીમાં 15 લાખ 23 હજાર મેટ્રિક ટન હોટ મિક્સ વાપર્યું છે.

અમદાવાદના બિસ્માર રસ્તાઓ અને રખડતા ઢોરની સમસ્યાને લઇને અમદાવાદ મનપા કોર્પોરેશને કોર્ટ સમક્ષ વિગતો રજૂ કરી છે. અમદાવાદના બિસ્માર રસ્તાઓના રિસરફેસિંગ માટે AMCએ 1 ઓક્ટોબર 2018થી 31 જુલાઇ 2021 સુધીમાં 15 લાખ 23 હજાર મેટ્રિક ટન હોટ મિક્સ વાપર્યું છે.

જયારે રસ્તા અને બ્રિજોના માઇક્રો સરફેસિંગ માટે 16 લાખ 57 હજાર મેટ્રિક ટન હોટ મિક્સ વાપર્યું છે તેમજ1 ફેબ્રુઆરી 2020થી 31 જુલાઇ 2021 સુધીમાં 13 હજાર 600 જેટલા રખડતા ઢોર પકડ્યા તો 74 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો.આ જ સમયગાળામાં 7200થી વધુ નવા પશુઓનું રેડિયો ટેગીંગ કરાયું.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 12 ઓક્ટોબર: ખરીદી અને પરિવારના સભ્યો સાથે મુસાફરીમાં આનંદદાયક સમય પસાર થશે, પ્રેમ સંબંધોમાં પણ નિકટતા રહેશે

આ પણ વાંચો : Sabarkantha: સીઆર પાટીલે ધારાસભ્યોના હોશ કોશ ઉડાવી દીધા ! કહ્યુ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા જોવા મળશે

Click on your DTH Provider to Add TV9 Gujarati