કોરોના અને AMC બંને મક્કમ: કેસ ભલે વધે ફ્લાવર શો તો થશે જ! જાણો અમદાવાદમાં કોરોનાની સ્થિતિ અને શોની તૈયારી

|

Jan 03, 2022 | 7:24 AM

રવિવારે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 396  કેસ નોંધાયા છે. તો બીજી તરફ AMC દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શોની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેમાં અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યું છે. જેમાં અમદાવાદમાં રવિવારે પણ કોરોનાના નવા 396  કેસ નોંધાયા છે. જેના પગલે અમદાવાદ કોર્પોરેશને વધુ 4 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. આ વચ્ચે AMC દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શોની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

વિપક્ષ દ્વારા ફ્લાવર શો રદ કરવાની માગ

8 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ફલાવર શોનું આયોજન કરાયું છે. ત્યારે 7 લાખ જેટલા ફૂલો અહીં લગાવવામાં આવશે. જે વિવિધ પ્રકારના ફૂલો લગાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં કોરોનાના વધતા કેસને પગલે વિપક્ષ દ્વારા ફ્લાવર શો રદ કરવાની સતત માગ કરાઈ છે. ત્યારે AMC ફ્લાવર શો કરવા મક્કમ છે. ફ્લાવર શોમાં 1 કલાકમાં 400 લોકોને પ્રવેશ મળશે. ત્યારે ભીડ પર કાબૂ મેળવી શકાશે કે નહીં તે એક મોટો સવાલ છે. આ સાથે કોરોનાના કેસ વધવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

રવિવારે 32 ઘરોના 129 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા

રવિવારે 32 ઘરોના 129 લોકોને માઈક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયા. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 44 થઈ ગઈ છે. જણાવી દઈએ કે અઠવાડીયા પહેલા 25 ડિસેમ્બરે અમદાવાદમાં 61 કેસ નોંધાયા હતા. જે 1 જાન્યુઆરીએ વધીને 559 અને 2 જાન્યુઆરીએ 396  કેસ નોંધાયા. જે ખુબ જ મોટી ચેતવણી છે.

વિદેશી ફૂલો ફલાવર શોમાં આકર્ષણ જમાવશે

આ તરફ શહેરની અલગ અલગ નર્સરીમાં રાખવામાં આવેલા ફૂલ છોડને લાવીને ગોઠવવામાં આવી રહ્યા છે. અમેરીકા, બ્રિટન, જાપાન સહિતના વિદેશી ફૂલો ફલાવર શોમાં આકર્ષણ જમાવશે. જેમાં ગ્રાઉન ઓરકીટ, વિદેશી ગુલાબ, નાગ કેસર, આરડેશિયા, ભુમેશયા, આઇજેલીયા, કેમેલીયા, જાપાનીઝ ટ્રી સહિતના વિદેશી ફૂલો આકર્ષણનું કેન્દ્ર બનશે.

કોરોનાના જોખમ વચ્ચે ફ્લાવર શોમાં આરોગ્યની થીમ

એક તરફ વધતા જતા કોરોનાના કેસ એ આરોગ્ય પર જોખમ ઉભું કરી રહ્યા છે, તો બીજી તરફ આરોગ્ય અને કોરોના થીમ પર ફલાવર શો યોજાશે. આ શોમાં આયુર્વેદ અને આરોગ્યની માહિતી આપતા 15 સકલ્પચર બનાવાશે. 10 સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે.જણાવી દઈએ કે તંત્રએ કોરોનાને પગલે ફલાવર શોમાં ફૂડ કોર્ટની બાદબાકી કરી છે. જેથી ઝડપથી લોકો ફલાવર શો જોઈ બહાર નીકળી જશે એવ્ય તંત્રનું માનવું છે.

 

આ પણ વાંચો: Ahmedabad: જનપ્રતિનિધિના ફોન AMC ના અધિકારીઓ ન ઉપાડતા હોવાની ફરિયાદ, AMC કમિશનરે લીધું આ પગલું

આ પણ વાંચો: Ahmedabad: GLS કોલેજ રેગિંગકાંડ મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, ભોગ બનનાર યુવક સામે જ ફરિયાદ નોંધાયાનો આક્ષેપ

Next Video