Ahmedabad: જનપ્રતિનિધિના ફોન AMC ના અધિકારીઓ ન ઉપાડતા હોવાની ફરિયાદ, AMC કમિશનરે લીધું આ પગલું
Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા દ્વાર એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. અને આ રીતે અધિકારી અને જનપ્રતિનિધ વચ્ચે વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) અધિકારીઓ કાઉન્સિલરોના ફોન ન ઉપાડતા હોવાની અને જવાબ ન આપતા હોવાની વારંવાર ફરિયાદો થતી આવે છે. ત્યારે નવા મ્યુનિસિપલ કમિશ્નર લોચન સહેરાએ (Lochan Sehra) સર્ક્યુલર કર્યો છે. અને ધારાસભ્યો, સાંસદ સભ્યો અને કાઉન્સિલરોના ફોન ઉપાડવા એએમસીના અધિકારીઓને તાકીદ કરી છે.
તો જણાવી દઈએ કે એએમસીની સામાન્ય સભામાં પણ પ્રજાના ચૂંટાયેલા સભ્યોની રજૂઆત થતી રહેતી હોય છે કે અધિકારીઓ જવાબ આપતા નથી. તો AMCના પૂર્વ વિપક્ષના નેતાએ દાવો કર્યો કે ભાજપના નેતાઓને અધિકારીઓ ગાંઠતા જ નથી. તેમજ જનતાના પ્રશ્નોને અધિકારીઓ ન સાંભળતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
જણાવી દઈએ કે હજુ થોડા દિવસ પહેલા જ લોચન સહેરાએ અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે. તો આ બાદ લોચન શહેરાએ તંત્રમાં રહેલા વાદ વિવાદ ઉકેલવાની કાર્યવાહી આરંભી દીધી છે. પ્રભારીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ કમિશનરે ફોન ન ઉપાડવા મુદ્દે એક પરિપત્ર જાહેર કર્યો હતો. આ રીતે કમિશનરે અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચે સુમેળ સાધવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad: GLS કોલેજ રેગિંગકાંડ મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, ભોગ બનનાર યુવક સામે જ ફરિયાદ નોંધાયાનો આક્ષેપ