Ahmedabad: GLS કોલેજ રેગિંગકાંડ મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, ભોગ બનનાર યુવક સામે જ ફરિયાદ નોંધાયાનો આક્ષેપ

Ahmedabad: GLS કોલેજ રેગિંગકાંડ મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, ભોગ બનનાર યુવક સામે જ ફરિયાદ નોંધાયાનો આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 6:38 AM

Ahmedabad: GLS કોલેજ રેગિંગકાંડ મુદ્દો દિવસેને દિવસે વકરતો જઈ રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ જોવા મળ્યો. કે જેમાં ભોગ બનનાર યુવક સામે જ ફરિયાદ નોંધાયાનો આક્ષેપ કોગ્રેસ દ્વારા કરવામાં આવ્યો.

Ahmedabad GLS Ragging Case: અમદાવાદની GLS કોલેજ બહાર થયેલા કથિત રેગિંગકાંડ મુદ્દે નવરંગપુરા પોલીસ મથકે કોંગ્રેસના (Gujarat Congress) યુવા કાર્યકરોએ હોબાળો મચાવ્યો. ધારાસભ્ય જીગ્નેશ મેવણીની (Jignesh Mevani) આગેવાનીમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને કથિત રીતે રેગિંગ કરનારા આરોપી સામે ફરિયાદ નોંધાવી માગણી કરી છે.

જીજ્ઞેશ મેવાણીએ આરોપ લગાવ્યો કે, પોલીસે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવની જગ્યાએ ભોગ બનનારા યુવક વિરુદ્ધ જ ફરિયાદ નોંધી છે. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો પોલીસ આરોપી વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધે તો રસ્તા પર ઉતરીશું.

તો બીજી તરફ .સમગ્ર મામલે પોલીસ અધિકારીનું કહેવું છે કે, પીડિત યુવકની કોલેજમાંથી રેગિંગની કોઈ ફરિયાદ નથી આવી. યુવકની સામે એક યુવતીએ 323ની ફરિયાદ કરી હતી જે મુજબ તેની સામે કાર્યવાહી કરી છે. કોલેજ પાસેથી અમે રિપોર્ટ માગ્યો છે જેના આધારે આગળની કાર્યવાહી થશે.

જણાવી દઈએ કે અમદાવાદની GLS યુનિવર્સિટીમાં ABVP ના કાર્યકર્તાઓ દ્વારા રેગિંગ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને ખેસ પહેરાવીને જય શ્રીરામ બોલવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા વિવાદ વધ્યો છે.

 

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 03 જાન્યુઆરી: પડોશીઓ સાથે નાની-નાની વાત પર વિવાદ થઈ શકે, બિનજરૂરી કાર્યોમાં વધુ પડતો ખર્ચ થશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મેષ 03 જાન્યુઆરી: આજે વ્યવસાયમાં કેટલાક નવા પરિમાણો અને કરાર પ્રાપ્ત થશે, સફળતા મળશે

g clip-path="url(#clip0_868_265)">