Ahmedabad: AMCનો કોરોના રસીના એક કરોડ ડોઝ આપવાનો લક્ષ્ય પૂર્ણ, વેકસીન આપનાર સ્ટાફનું સન્માન કરાયુ

| Edited By: | Updated on: Mar 18, 2022 | 7:51 AM

ભારતમાં કોવિડ -19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 થી શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદમાં પણ આ અભિયાન શરુ થયુ હતુ. શરૂઆતમાં, આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.

કોરોના વાયરસ (Corona virus) સામે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન (Corona vaccination campaign) ભારતમાં ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અમદાવાદ (Ahmedabad) માં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના એક કરોડ ડોઝ આપવાનો લક્ષ્ય પૂરો થયો છે.  અમદાવાદ કોર્રપોરેશન દ્વારા રસીકરણનો આ લક્ષ્યાંક પૂર્ણ કરનાર સ્ટાફનું સન્માન કરવામાં આવ્યુ.

સમગ્ર દેશમાં રસીકરણનો વ્યાપ વિસ્તારવામાં આવી રહ્યો છે અને લોકોના રસીકરણની ગતિને ઝડપી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદમાં રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવી રહ્યુ છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના રસીના એક કરોડ ડોઝ આપવાનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવ્યો છે. પ્રથમ અને બીજા ડોઝ સહિત એક કરોડ ડોઝ આપવામાં એએમસીને સફળતા મળી છે ત્યારે કોર્પોરેશન દ્વારા વેકસીન આપનાર સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર અને મેયરે ગિફ્ટ આપીને આરોગ્ય વિભાગના કર્મચારીઓનું સન્માન કર્યું હતું. તેમજ 100 ટકા રસીકરણનો ટાર્ગેટ પૂર્ણ થાય તેવો પ્રયાસ કરાયો હતો.

ભારતમાં કોવિડ -19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી 2021 થી શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં, આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર્સને 2 ફેબ્રુઆરી 2021થી રસીકરણ માટે લાયક ગણવામાં આવ્યા. જેમાં કેન્દ્રીય અને રાજ્યના પોલીસકર્મીઓ, સશસ્ત્ર દળો, હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન સ્વયંસેવકો, મ્યુનિસિપલ કામદારો, જેલ સ્ટાફ, PRI સ્ટાફ અને કન્ટેનમેન્ટ અને સર્વેલન્સ ઝોનમાં રોકાયેલા મહેસૂલ કર્મચારીઓ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ચૂંટણી સ્ટાફ સામેલ હતા.

આ પણ વાંચો-

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીની જ્યોત પરથી કરી આગાહી, ગ્રહોની અસરના કારણે ગરમી વધુ રહેશે, ચોમાસુ આ મહિનાથી બેસશે

આ પણ વાંચો-

દારૂ, મિત્ર અને ડૉક્ટર જૂનો એટલો સારો- શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસમાં જોડાવા મુદ્દે સાંભળો TV9ને શું કહ્યુ બાપુએ