Ambalal Prediction: ચોમાસું રાજ્યમાં લેશે મોડું વિદાય, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, 29 સપ્ટેમ્બર સુધી પડશે વરસાદ, 30મી બાદ વાવાઝોડાની શક્યતા
Ambalal Prediction: આ વખતે રાજ્યમાં ચોમાસુ મોડુ વિદાય લેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં સપ્ટેમ્બરના અંત સુધી વરસાદ પડશે. રાજ્યમાં 30 સપ્ટેમ્બર બાદ વાવાઝોડાની પણ સંભાવના છે. રાજ્યમાં 25મી સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી સિસ્ટમ સક્રિય થઈ છે અને 24, 25 સપ્ટેમ્બર દરમિયાન ગતિવિધિ વધશે. જેનાથી સાગરમાં હલચલ વધશે. જેના કારણે 26,27,28 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ થવાની શક્યતા રહેશે.
Weather Updates: રાજ્યમાં મેઘરાજા હજુ ગુજરાતને ઘમરોળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના (Ambalal Patel) જણાવ્યા મુજબ રાજ્યમાં ચોમાસુ મોડું લેશે વિદાય. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદની વિવિધ સિસ્ટમ બનવાથી ચોમાસું મોડું વિ઼દાય લેશે. સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં વરસાદ પડશે.
રાજયમાં 26થી 29 સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની શકયતા છે. 30 સપ્ટેમ્બર અને 3 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડાની સંભાવના છે. સામાન્ય રીતે સીઝનમાં 15 સપ્ટેમ્બરની આસપાસ ચોમાસું વિદાય લેતું હોય છે પરંતુ આ વખતે વરસાદની વિવિધ સિસ્ટમ બનવાથી ચોમાસુ થોડું મોડું વિદાય લેશે.
અરબ સાગરમાંથી 21 સપ્ટેમ્બરથી વરસાદી ગતિવિધિ તેજ થઈ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 25મી સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડવાની સંભાવના છે. અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી સિસ્ટમ સક્રિય થઈ છે અને 24, 25 સપ્ટેમ્બર દરમિયાન ગતિવિધિ વધશે. જેનાથી સાગરમાં હલચલ વધશે. જેના કારણે 26,27,28 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ થવાની શક્યતા રહેશે.