ગુજરાતમાં ચોમાસુ જતા જતા પણ ધબધબાટી બોલાવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદને લઇને નવી આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે. ચોમાસુ વિદાય લેતા પહેલા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પાડશે. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ થવાની અંબાલાલ પટેલે સંભાવના દર્શાવી છે.
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ડીપ ડિપ્રેશનના લીધે દક્ષિણ-સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 2 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડશે. રાજકોટ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વરસાદ પડવાની આગાહી છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે.
Published On - 10:09 am, Sat, 12 October 24