ગુજરાતમાં વરસાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ દિવસો દરમિયાન ગુજરાતમાં મેઘગર્જના સાથે થશે અતિ ભારે વરસાદ- Video
ગુજરાતના હવામાનને લઈને આગાહીકાર અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલે જણાવ્યુ કે 29 જૂન બાદ આ જિલ્લાઓમાં મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે.
આગાહીકાર અંબાલાલ પટેલ રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. પંચમહાલ પૂર્વ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલ સિસ્ટમની અસર ગુજરાત સુધી જોવા મળશે. જેના ભાગરૂપે 29 જૂન બાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. વડોદરા, ભરૂચ, પંચમહાલ, મહિસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક ભાગોમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે.
એક તો પહેલેથી જ ગુજરાતમાં ચોમાસુ બેસવામાં એક સપ્તાહ જેટલો વિલંબ થયો છે અને હજુ પણ છુટાછવાયા વરસાદને બાદ કરતા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી. ભારે ગરમી અને બફારાને કારણે રાજ્યવાસીઓ પણ ત્રાહિમામ થયા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે. રાજ્યના ખેડૂતોએ પણ ખેતરોમાં ખેડ કરીને વાવણી કરી દીધી છે અને હવે પિયત નો સમય છે એવા સમયે ખેંચાતા વરસાદે ચિંતા વધારી છે. ત્યારે અંબાલાલ પટેલે કરી અતિ ભારે વરસાદની આગાહીથી ચિંતાગ્રસ્ત ખેડૂતો થોડી રાહત અનુભવી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો તેમનો પાક બચી જાય.
પાકિસ્તાનનું નવું નેરેટિવ યુદ્ધ, પાણીના નામે ભારત સામે આંતરરાષ્ટ્રીય મોરચો ખોલવાની તૈયારી
